
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે. છેલ્લા પાંચ દિવસમાં આ બીજો વધારો છે. પેટ્રોલના ભાવમાં 86 પૈસા અને ડીઝલના ભાવમાં 83 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. પાંચ દિવસમાં ભાવમાં આશરે 4 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. અગાઉનો વધારો 15 મેના રોજ થયો હતો, જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો થયો હતો.
નવા ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 98.64 રુપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલ 91.58 રુપિયા પ્રતિ લીટર થયો છે. નવા ભાવ વધારા પહેલા દિલ્હીમાં પેટ્રોલની કિંમત 97.77 રુપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલની કિંમત 90.67 રુપિયા પ્રતિ લીટર હતી.
થોડા દિવસ પહેલા સીએનજીની કિંમતમાં પણ વધારો થયો હતો. દિલ્હી-એનસીઆરમાં સીએનજીનો ભાવ રુપિયા 1 પ્રતિ કિલોગ્રામ વધ્યો છે. દિલ્હીમાં કિંમત પહેલી વખત 80 રુપિયાને પાર થઈ છે. 15 મેના રોજ સીએનજીના ભાવમાં 2 રુપિયાનો વધારો થયો છે. ત્યારબાદ દિલ્હીમાં સીએનજીના ભાવ 80.09 રુપિયા પ્રતિ કિલો જ્યારે નોઈડામાં સીએનજીની કિંમત 88.70 રુપિયા પહોંચ્યા છે.
તમને જણાવી દઈએ કે, દરરોજ સફર કરનાર લોકો, ઓટો રિક્ષા,કેબ ચાલકોના દરરોજના ખર્ચો પર સીધી અસર પડશે. જ્યારથી ઈરાનની જંગની શરુઆત થઈ છે. ત્યારથી કાચા તેલના ભાવમાં 50 ટકાથી વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી કાચા તેલના ભાવ 100 ડોલર પ્રતિ બૈરલથી વધારો થયો છે. ડોલર સામે રૂપિયામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે, જે ડોલર સામે 96.23 ના નવા રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો છે.
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને સતત ઊંચા ક્રૂડ ઓઇલના ભાવ બજારને પરેશાન કરી રહ્યા છે. આનાથી આગામી દિવસોમાં સામાન્ય માણસના ખિસ્સા પર ફુગાવાનો બોજ વધી શકે છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવ ભારત જેવા આયાત-નિર્ભર દેશો પર સીધી અસર કરે છે, જેના કારણે વિદેશી વિનિમય ખર્ચમાં વધારો કરવો પડે છે. જો રૂપિયો વધુ નબળો પડે છે, તો ક્રૂડ ઓઇલની આયાતનો ખર્ચ ઝડપથી વધશે.
Published On - 7:19 am, Tue, 19 May 26