
કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ અંગે એક મોટો નિર્ણય લીધો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારત સરકારે 30 સપ્ટેમ્બર, 2026 સુધી અથવા આગામી સૂચના સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે કાચી, સફેદ અને રિફાઈન્ડ ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ નિકાસ નીતિને “પ્રતિબંધિત” થી બદલીને પ્રોવિહિટેડ કરી છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ વિદેશ વ્યાપાર મહાનિદેશાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે,આ પ્રતિબંધ કાચી, સફેદ અને રિફાન્ડ ખાંડ પર લાગુ પડે છે. આ પોલિસીમાં રિસ્ટ્રિક્ટેડ થી પ્રોહિબિટેડ દ્વારા અને એક બદલાવ પણ દર્શાવે છે. આ પોલિસીમાં એક મોટો ફેરફાર છે કારણ કે,સરકારે અગાઉ વધારાના ઉત્પાદનની આશાએ ખાંડની મર્યાદિત નિકાસને મંજૂરી આપી હતી.
નોટિફિકેશનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, 13 મે પહેલા લેડિંગ શરુ થઈ હતી. જો આ આદેશ લાગુ થતાં પહેલા કન્સાઇનમેન્ટ કસ્ટમ અધિકારીઓને સોંપવામાં આવી હતી. તો શિપમેન્ટની અનુમતિ અપાશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ખાંડની નિકાસ ભારત સરકાર દ્વારા અન્ય દેશોની તેની ફુડ સિક્યોરિટી જરુરતોને પુરી કરવા માટે આપવામાં આવેલ અનુમતિના આધાર પર તેની સરકારોને રિકવેસ્ટ પર કરવામાં આવશે.
ગત્ત મહિને ઈન્ડિયન શુગર એન્ડ બાયો એનર્જી મૈન્યુફેક્ચર્સ એસોસિએશને 30 સપ્ટેમ્બરના રોજ થનારી સીઝનમાં ભારતની કુલ ખાંડ પ્રોડક્શનનું અનુમાન 32 મિલિયન ટન લગાવ્યું હતુ. આ પહેલા 32.4 મિલિયન ટનનું અનુમાનમાં કરવામાં આવેલા રિવિઝન હતુ. આ માટે એક્સપર્ટેસ આ નિકાસ પર પ્રતિબંધને મિડિલ ઈર્સ્ટમાં ચાલી રહેલા સંધર્ષના કારણે વધતી અનિશ્ચિતતા વચ્ચે મોંઘવારીના રિસ્કને કંટ્રોલ કરવા માટે એક પગલાના રુપમાં જોવામાં આવી રહ્યું છે. સરકારે કહ્યું કે, ખાસ વાત એ છે કે, આ પ્રતિબંધ, હાલના ટૈરિફ-રેટ કોટા અન્ય અરેજમેન્ટ હેઠળ યુરોપીય સંધ અને સંયુક્ત રાજ્ય અમેરિકામાં થનારી ખાંડની નિકાસ પર લાગુ થશે નહી.
Published On - 7:47 am, Thu, 14 May 26