
ઓગસ્ટ મહિનાના પહેલા જ દિવસે ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે. સરકારે 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ANI મુજબ, દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં ₹202નો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે કોલકાતામાં ₹209નો ઘટાડો થયો છે. બીજી તરફ, 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતો યથાવત રાખવામાં આવી છે.
કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી રેસ્ટોરન્ટ, હોટલ અને ચાના સ્ટોલ માલિકોને ઘણો ફાયદો થશે જેઓ કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરે છે. 14.2 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. હવે દિલ્હીમાં 19 કિલોગ્રામનો કોમર્શિયલ LPG સિલિન્ડર ₹2,728માં મળશે, જે અગાઉ ₹2,930નો હતો. પટનામાં તેની કિંમત ₹209 ઘટીને ₹3,018 થઈ છે, જ્યારે અગાઉ તે ₹3,227 હતી. લખનૌમાં હવે આ સિલિન્ડર ₹2,860.50માં મળશે, જે પહેલાં ₹3,052.50માં મળતો હતો.
Prices of 19 kg commercial LPG cylinders have been reduced by Rs 209 in Kolkata and Rs 202 in Delhi today. With this revision, a 19 kg commercial cylinder will cost Rs 2,872.50 in Kolkata starting today. There is no change in the prices of domestic LPG cylinders: Sources pic.twitter.com/N754OIBURK
— ANI (@ANI) August 1, 2026
આ વખતે ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગ્રાહકોને પહેલા જેવા જ દરો પર LPG મળશે. ઘરેલુ LPG સિલિન્ડર દિલ્હીમાં ₹942માં, કોલકાતામાં ₹968માં, મુંબઈમાં ₹941.50માં અને ચેન્નાઈમાં ₹957.50માં ઉપલબ્ધ છે.
અમદાવાદમાં 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત ₹949.00 છે. ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત આશરે ₹2,758.00 છે. ગયા મહિને તેની કિંમત ₹2,952.50 હતી. એટલે આ મહિને ₹194.50નો ઘટાડો નોંધાયો છે. ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત જૂન 2026થી સતત ₹949.00 પર યથાવત છે. છેલ્લા 12 મહિનામાં ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કુલ ₹89નો વધારો થયો છે. જે સપ્ટેમ્બર 2025થી ઓગસ્ટ 2026 વચ્ચે નોંધાયો હતો. કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં છેલ્લા 12 મહિનામાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. મે 2026માં સૌથી મોટો વધારો ₹993નો નોંધાયો હતો. જ્યારે ઓગસ્ટ 2026માં સૌથી મોટો ઘટાડો ₹194.50નો થયો છે.
Published On - 7:35 am, Sat, 1 August 26