Bondada Engineering IPO : આ સપ્તાહે વધુ એક IPO માં રોકાણની તક મળશે, જાણો યોજનાની સંપૂર્ણ માહિતી

Bondada Engineering IPO :  જો તમે પ્રારંભિક પબ્લિક ઑફરિંગ એટલે કે IPOમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો, તો તમારા માટે સારા સમાચાર છે. આગામી સપ્તાહે રોકાણ માટે વધુ એક IPO ખુલવા જઈ રહ્યો છે.  18 ઓગસ્ટથી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની બોન્ડાડા એન્જિનિયરિંગનો IPO સબસ્ક્રિપ્શન માટે ખુલશે.

Bondada Engineering IPO : આ સપ્તાહે વધુ એક IPO માં રોકાણની તક મળશે, જાણો યોજનાની સંપૂર્ણ માહિતી
| Edited By: | Updated on: Aug 14, 2023 | 8:25 AM

Bondada Engineering IPO :  જો તમે પ્રારંભિક પબ્લિક ઑફરિંગ એટલે કે IPOમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો, તો તમારા માટે સારા સમાચાર છે. ચાલુ સપ્તાહે રોકાણ માટે વધુ એક IPO ખુલવા જઈ રહ્યો છે.  18 ઓગસ્ટથી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની બોન્ડાડા એન્જિનિયરિંગનો IPO સબસ્ક્રિપ્શન માટે ખુલશે.

હૈદરાબાદ સ્થિત  કંપની રોકાણકારો મંગળવાર, 22 ઓગસ્ટ સુધી આ ઈશ્યુમાં દાવ લગાવી શકશે. બોન્ડાડા એન્જિનિયરિંગ IPOની પ્રાઇસ બેન્ડ ₹75 નક્કી કરવામાં આવી છે.

Bondada Engineering IPO ની અગત્યની માહિતી 

Subject Detail
IPO Date Aug 18, 2023 to Aug 22, 2023
Face Value ₹10 per share
Price ₹75 per share
Lot Size 1600 Shares
Total Issue Size 5,696,000 shares
(aggregating up to ₹42.72 Cr)
Fresh Issue 5,696,000 shares
(aggregating up to ₹42.72 Cr)
Issue Type Fixed Price Issue IPO
Listing At BSE SME
Share holding pre issue 15,906,059
Share holding post issue 21,602,059
Market Maker portion 288,000 shares

Bondada Engineering IPO ની વિગતવાર માહિતી

ઇશ્યૂને ઓછામાં ઓછા 1,600 ઇક્વિટી શેર્સ માટે અને ત્યારબાદ 1,600 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકાય છે. SME IPOમાં કોઈપણ ઓફર ફોર સેલ (OFS) ભાગ વિના ₹10 પ્રતિ ઈક્વિટી શેરના ફેસ વેલ્યુ પર રૂ. 4,272.00 લાખના ઈક્વિટી શેર ઈશ્યુ કરવાનો સમાવેશ થાય છે. Vivro Financial Services Private Limited લીડ મેનેજર છે અને KFin Technologies Limited આ ઈસ્યુના રજીસ્ટ્રાર છે. ઇક્વિટી શેર્સ BSE લિમિટેડ (BSE SME) ના SME પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થવાની દરખાસ્ત છે.

Bondada Engineering ની નાણાકીય સ્થિતિ 

બોન્ડાડા એન્જિનિયરિંગે નાણાકીય વર્ષ 23 માં રૂ. 18.25 કરોડનો નફો મેળવ્યો હતો જે અગાઉના વર્ષમાં રૂ. 10.13 કરોડ હતો. નાણાકીય સ્થિતિના આંકડા સારા છે. Bondada Engineering કંપનીની આવક અગાઉના વર્ષની કમાણી રૂપિયા 334.11 કરોડથી વધીને રૂપિયા 370.59 કરોડ સુધી પહોંચી છે. આંકડાઓ અનુસાર આ વધારો  9.84% ની વૃદ્ધિ દર્શાવે છે.

Bondada Engineering IPO ની અગત્યની તારીખ 

IPO Open Date Friday, 18 August 2023
IPO Close Date Tuesday, 22 August 2023
Basis of Allotment Friday, 25 August 2023
Initiation of Refunds Monday, 28 August 2023
Credit of Shares to Demat Tuesday, 29 August 2023
Listing Date Wednesday, 30 August 2023
Cut-off time for UPI mandate confirmation 5 PM on Aug 22, 2023

ડિસ્ક્લેમર : શેરબજારની યોજનાઓમાં રોકાણ જોખમને આધીન છે. IPO માં રોકાણ સમજદારીપૂર્વક અને આર્થિક સલાહકારની મદદ લઈને કરવું જોઈએ