Cryptocurrency : બિટકોઇન તમામ રેકોર્ડ તોડી 23,000 ડોલરને પાર પહોંચ્યો

મુખ્ય ક્રિપ્ટોકરન્સી બિટકોઇને અગાઉના તમામ રેકોર્ડ તોડીને પ્રથમ વખત 23,000 ડોલર પ્રતિ યુનિટભાવને પાર કરી દીધા છે. કારોબારી સપ્તાહના દરમ્યાન  23,190 ડોલર પ્રતિ યુનિટ પર નોંધાયો હતો. તે 17 ડિસેમ્બરે રેકોર્ડ 23,642.66 ડોલર પ્રતિ યુનિટનું ઉપલું સ્તર જ્યારે 21234.68ડોલરની નીચલી સપાટીએ દર્જ થયો છે. તે છેલ્લા એક સપ્તહમાં 17,619.53 ડોલર, છેલ્લા એક મહિનામાં 16,351.03 ડોલર, […]

Cryptocurrency : બિટકોઇન તમામ રેકોર્ડ તોડી  23,000 ડોલરને પાર પહોંચ્યો
BITCOIN
| Edited By: | Updated on: Dec 19, 2020 | 11:39 AM

મુખ્ય ક્રિપ્ટોકરન્સી બિટકોઇને અગાઉના તમામ રેકોર્ડ તોડીને પ્રથમ વખત 23,000 ડોલર પ્રતિ યુનિટભાવને પાર કરી દીધા છે. કારોબારી સપ્તાહના દરમ્યાન  23,190 ડોલર પ્રતિ યુનિટ પર નોંધાયો હતો. તે 17 ડિસેમ્બરે રેકોર્ડ 23,642.66 ડોલર પ્રતિ યુનિટનું ઉપલું સ્તર જ્યારે 21234.68ડોલરની નીચલી સપાટીએ દર્જ થયો છે.

In one year, the digital currency has returned about 220 percent

તે છેલ્લા એક સપ્તહમાં 17,619.53 ડોલર, છેલ્લા એક મહિનામાં 16,351.03 ડોલર, છેલ્લા 90 અઠવાડિયામાં 10,528.89 અને છેલ્લા 52 અઠવાડિયામાં 4,106.98 ડોલરની નીચલી સપાટીને સ્પર્શી ગયો છે. coinmarketcap અનુસાર 5 જુલાઈ 2013 ના રોજ બિટકોઇન 65.53 ડોલરના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. છેલ્લા એક વર્ષમાં આ ડિજિટલ ચલણથી આશરે 220 ટકાનું વળતર મળ્યું છે. બિટકોઇન 19 ડિસેમ્બર, 2019 ના રોજ 7,110.03 ડોલર પર બંધ રહ્યો હતો.

Bitcoin is becoming a part of mainstream investing.

વિશ્વભરની સરકારો દ્વારા આપવામાં આવતા રાહત પેકેજ અને બિટકોઇનના મર્યાદિત પુરવઠાને લીધે હવે મોટા રોકાણકારો મોંઘવારીને હરાવવા માટે આ ક્રિપ્ટોકરન્સીને એસેટ ક્લાસ તરીકે જોવાની શરૂઆત કરી રહ્યા છે. અગાઉ આ ક્રિપ્ટોકરન્સી ઉચ્ચ જોખમવાળી સંપત્તિ તરીકે જોવામાં આવતી હતી. વધુ સારા બજારના માળખાને કારણે હવે સંસ્થાકીય રોકાણકારો તેમાં રસ લે છે તેથી જ બિટકોઇન મુખ્ય પ્રવાહના રોકાણનો એક ભાગ બની રહ્યો છે.