Kishor Biyaniને મોટો આંચકો, SEBIએ એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો

|

Feb 03, 2021 | 11:38 PM

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ ફ્યુચર કોર્પોરેટ રિસોર્સિસ પ્રાઈવેટ લિમિટેડના સ્થાપક Kishor Biyani અને સહ-સ્થાપક અનિલ બિયાનીને દંડ ફટકાર્યો છે.

Kishor Biyaniને મોટો આંચકો, SEBIએ એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો

Follow us on

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ ફ્યુચર કોર્પોરેટ રિસોર્સિસ પ્રાઈવેટ લિમિટેડના સ્થાપક Kishor Biyani અને સહ-સ્થાપક અનિલ બિયાનીને દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત અન્ય પાંચ લોકોને પણ ઈન્સાઈડર ટ્રેડિંગના કેસમાં દંડ ફટકાર્યો છે.

 

ફ્યુચર કોર્પોરેટ રિસોર્સિસ પ્રાઈવેટ લિમિટેડના સ્થાપક Kishor Biyani અને સહ-સ્થાપક અનિલ બિયાની અને અન્ય પાંચને એક વર્ષ સુધી શેરબજારમાં ટ્રેડિંગ કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત  ફ્યુચર કોર્પોરેટ રિસોર્સિસ પ્રાઈવેટ લિમિટેડના સ્થાપક  Kishor Biyani અને સહ-સ્થાપક અનિલ બિયાનીને ફ્યુચર રિટેલ લિમિટેડના સિક્યુરિટી શેર, બોન્ડ અથવા કોમર્શિયલ પેપર સાથે સીધી કે આડકતરી રીતે બે વર્ષ સુધી ડીલ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

સેબી(SEBI)ના આદેશ મુજબ બે વર્ષ સુધી કિશોર બિયાની ફ્યુચર રિટેલ લિમિટેડની કોઈપણ સિક્યુરિટી( શેર, બોન્ડ અથવા કોમર્શિયલ પેપર)ની ભાગીદારી વેચી શકશે નહીં. એટલે કે કિશોર બિયાની ફ્યુચર રિટેલમાં કોઈ ડીલ કરી શકશે નહીં. સેબી (SEBI)નો આ આદેશ વર્ષ 2017ના એક કેસમાં આવ્યો છે. જેમાં કિશોર બિયાની પર શેરના ભાવને પ્રભાવિત કરવા માટે કોઈ ગુપ્ત જાણકારી આપી હોવાનો આરોપ છે. સેબીનું એવું માનવું છે કે બિયાનીએ એવી જાણકારીનો ફાયદો ઉઠાવ્યો હતો જે સાર્વજનિક ન હતી.

 

સેબીએ પોતાના ઓર્ડરમાં ક્હ્યું કે ‘નોટિસ 1 એટલે કે ફ્યુચર કોર્પોરેટ રિસોર્સ લિમિટેડ, નોટિસ 2,3,5 અને 6 અંતર્ગત કિશોર બિયાની, અનિલ બિયાની, એફસીઆરએલ એમ્પ્લોય વેલ્ફેર ટ્રસ્ટ, રાજેશ પાઠક અને રાજકુમાર પાંડેને સિક્યોરીટી માર્કેટમાં દાખલ થવાના એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. આ લોકો સીધી કે આડકતરી રીતે માર્કેટમાં કોઈ વ્યવહાર નહીં કરી શકે. આ અંગે ફ્યુચર ગ્રુપે કોઈ નિવેદન આપ્યું નથી.

 

આ પણ વાંચો: Ahmedabad: મનપાની ચૂંટણી માટે થઈને EVM સ્ટ્રોંગ રૂમ પર આવી પહોંચ્યા, જુઓ VIDEO

Next Article