
વૈશ્વિક બજારોમાં તેજી સાથે કદમ મિલાવતા ભારતીય શેરબજારે પણ જબરદસ્ત તેજી સાથે શરૂઆત કરી છે. આજના કારોબાર શરૂ કરવાના ગણતરીના સમયમાં સેન્સેક્સમાં 350 અને નિફટીમાં 100 અંકનો વધારો નોંધાઈ ચુક્યો હતો. સેન્સેક્સ 40,932.71 અંકની તેની મહત્તમ સપાટી સપર્શયો હતો. જયારે નિફટી ફરી 12K પડાવ પાર પહોંચ્યો હતો. બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, ઑટો, એફએમસીજી, રિયલ્ટી, આઈટી, ફાર્મામાં ઉછાળાની સ્થિતિ રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આજના બજારની સ્થિતિ (સવારે ૯.૩૫ વાગે )
બજાર સૂચકઆંક વૃદ્ધિ
સેન્સેક્સ 40,932.71 +388.34
નિફટી 12,002.50 +105.70
દિગ્ગજ શેરોમાં બીપીસીએલ, ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી, ટાટા મોટર્સ, એસબીઆઈ અને એક્સિસ બેન્ક વધ્યા છે. જ્યારે નેસ્લે ઈન્ડિયા, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ટીસીએસ, બ્રિટાનિયા અને એચયુએલ તૂટ્યા છે. મિડકેપ શેરોમાં ઝિ એન્ટરટેનમેન્ટ, આદિત્ય બિરલા ફેશન, ફ્યુચર રિટેલ, બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ અને આઈડીબીઆઈ બેન્ક નફામાં રહ્યા છે. ક્રિસિલ, મુથૂટ ફાઈનાન્સ, મોતિલાલ ઓસવાલ, અપોલો હોસ્પિટલ અને અબીબોટ ઈન્ડિયા નુકશાનમાં રહ્યા છે. સ્મૉલકેપ શેરોમાં પ્રભાત ડેરી, બોરોસિલ, જસ્ટ ડાયલ, ઈન્ડો કાઉન્ટ અને ઈન્ડિયન મેટલ્સ ઉપર વધ્યા તો કોસ્ટલ કૉર્પ, આઈઈએક્સ, વાલચંદનગર, હેલ્થકેર ગ્લોબલ અને પાવર મેચમાં નરમાશ નજરે પડી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો