
Bharat Rice: કેન્દ્ર સરકારે સામાન્ય માણસને મોંઘવારીમાંથી રાહત આપવા માટે Bharat Rice જાહેરાત કરી છે. સરકારની આ યોજના બાદ હવે સામાન્ય માણસ માત્ર 29 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે ચોખા ખરીદી શકશે. સબસિડીવાળા ચોખા 5 કિલો અને 10 કિલોના પેકેટમાં ઉપલબ્ધ થશે.
ખાદ્ય મંત્રી પિયુષ ગોયલે દિલ્હીમાં કર્તવ્ય પથ પર ભારત રાઈસ લોન્ચ કર્યા છે. સરકારે FCI મારફતે ચોખાનું છૂટક વેચાણ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ તબક્કામાં તમે નાફેડ, એનસીસીએફ અને કેન્દ્રીય ભંડાર દ્વારા સસ્તી કિંમતના ભારત રાઈસની ખરીદી કરી શકો છો.
સરકારે ભારત બ્રાન્ડ હેઠળ ભારત રાઈસનું વેચાણ શરૂ કર્યું છે. આ ચોખા કોઈપણ વ્યક્તિ માત્ર 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદી કરી શકે છો. આ ચોખા તમને 5 અને 10 કિલોના પેકમાં ઉપલબ્ધ રહશે. ભારત રાઈસ NAFED, NCCF, કેન્દ્રીય ભંડાર સહિત તમામ મોટી ચેઇન રિટેલ પર ઉપલબ્ધ રહેશે. આ ચોખા 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે. ચોખા 5 અને 10 કિલોના પેકમાં ઉપલબ્ધ થશે. તમે મોબાઈલ વાનમાંથી પણ ભારત ચોખા પણ ખરીદી શકો છો.
તમને જણાવી દઈએ કે દેશમાં વધતી જતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે સરકારે સૌથી પહેલા ભારત બ્રાન્ડ હેઠળ સસ્તો લોટ, દાળ, સસ્તા ડુંગળી અને ટામેટાંનું વેચાણ કર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા 6 નવેમ્બર 2023 ના રોજ ભારત આટા લોન્ચ કરવામાં આવી હતી જ્યાં દેશમાં લોટની સરેરાશ કિંમત 35 રૂપિયા પ્રતિ કિલો છે જ્યારે તમને 27.50 રૂપિયામાં લોટ મળી રહ્યો છે. તે જ સમયે દાળ 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે.
અહેવાલ મુજબ, ઓપન માર્કેટ સેલ સ્કીમ (OMMS) દ્વારા ફ્લેટ રેટ પર જથ્થાબંધ વપરાશકર્તાઓને ચોખાના વેચાણ દરમિયાન મળેલા નબળા પ્રતિસાદ પછી કેન્દ્ર સરકારે FCI પાસેથી ખરીદેલા ચોખાના છૂટક વેચાણનું પગલું લીધું છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેને એટલો જ સારો પ્રતિસાદ મળશે જેટલો ભારત આટા અને ભારત દાળને મળ્યો છે.
નોંધનીય છે કે નાફેડ અને એનસીસીએફ દ્વારા સસ્તી કિંમતે લોટ વેચવામાં આવે છે આ સાથે ભારત દાળ પણ 60 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાઈ રહી છે. આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તે પહેલા સસ્તા દરે દાળ અને લોટ પછી ચોખાનું વેચાણ કરીને સરકાર દ્વારા મોંઘવારીના બોજ ઘટાડીને સામાન્ય માણસને રાહત આપવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.