શેરબજારના ઉતાર-ચઢાવમાં પરસેવાની કમાણી ડૂબવાનો ભય લાગે છે? તો આ ફંડ્સમાં રોકાણ કરો, નાણાંની સુરક્ષા સાથે નિશ્ચિત વળતર મળશે

|

Jun 24, 2023 | 7:58 AM

આજકાલ શેરબજાર(Share Market)માં તેજી જોવા મળી રહી છે. તાજેતરમાંજ શેરબજારમાં સેન્સેક્સએ સર્વોચ્ચ સપાટી(sensex all time high level) નોંધાવી હતી.  શેરબજારના રોકાણકારોને પણ ઘણો ફાયદો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જો તમે પણ શેરબજારમાં રોકાણ કરીને કમાણી કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે.

શેરબજારના ઉતાર-ચઢાવમાં પરસેવાની કમાણી ડૂબવાનો ભય લાગે છે?  તો આ ફંડ્સમાં રોકાણ કરો, નાણાંની સુરક્ષા સાથે નિશ્ચિત વળતર મળશે

Follow us on

Banking Funds Vs Share Market :આજકાલ શેરબજાર(Share Market)માં તેજી જોવા મળી રહી છે. તાજેતરમાંજ શેરબજારમાં સેન્સેક્સએ સર્વોચ્ચ સપાટી(sensex all time high level) નોંધાવી હતી.  શેરબજારના રોકાણકારોને પણ ઘણો ફાયદો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જો તમે પણ શેરબજારમાં રોકાણ કરીને કમાણી કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. શેરબજાર દરેક વ્યક્તિ સમજી શકતો નથી. આ કારણે ઘણી વખત લોકો પોતાને નુકસાન પણ પહોંચાડે છે. જો તમે પણ શેરબજાર સાથે જોડાયેલી બાબતોને સમજી શકતા નથી તો તમે અન્ય બેંકિંગ ફંડમાં રોકાણ(bank fund investment) કરી શકો છો. આ બેંકિંગ ફંડ્સ તમને શેર બજાર જેટલું જ વળતર આપે છે. આ સાથે તમને તેમના પર ઘણી સુરક્ષા ગેરંટી પણ મળે છે. ચાલો જાણીએ કે તમે શેરબજારને બદલે કયા બેંકિંગ ફંડ્સ કેવી રીતે અને ક્યારે રોકાણ કરવાનું શરૂ કરી શકો છો.

તમે આ ઇક્વિટી ફંડ્સમાં રોકાણ કરી શકો છો

શેરબજારને બદલે તમે ઈક્વિટી સેવિંગ્સ ફંડમાં રોકાણ કરી શકો છો. આ એક ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે. જે તમને લાંબા ગાળે સારું ફંડ બનાવવામાં મદદ કરે છે. તમને જણાવી દઈએ કે, ઈક્વિટી સેવિંગ્સ ફંડને અન્ય ફંડ્સ કરતા વધુ સુરક્ષિત અને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે લોકો બે થી ત્રણ વર્ષ માટે રોકાણ કરવા માંગે છે તેમાં તે ખૂબ પ્રખ્યાત છે.

હિસ્સેદારી કેટલી હોય  છે

તમારે ઇક્વિટી સેવિંગ્સ ફંડમાં ઇક્વિટી અને સંબંધિત સેવાઓમાં ઓછામાં ઓછું 65% રોકાણ કરવું પડશે. તેના ઘણા પ્રકાર છે. ડેટ પ્રોડક્ટ્સમાં તેનો હિસ્સો 10% થી ઓછો ન હોવો જોઈએ. ફંડની પ્રકૃતિના આધારે, નિયમિત ઇક્વિટી ફંડ્સ અથવા હાઇબ્રિડ ફંડ કેટેગરીઝની તુલનામાં ઓછા જોખમની ઓફર કરવા માટે ઇક્વિટી સેવિંગ કેટેગરી વધુ સારી માનવામાં આવે છે. આ ફંડ્સ અન્ય બચત યોજનાઓની તુલનામાં વધુ વળતર અને સુરક્ષા પણ આપે છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

ડિસ્ક્લેમર : ટીવી 9 ગુજરાતીના અહેવાલમાં આપવામાં આવેલી માહિતી રોકાણકારોને માત્ર શેરબજાર અંગેની જાણકારી પુરી પાડવાનો પ્રયાસ છે. આ સાથે અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી જણાય છે કે શેરમાં રોકાણ કરવું એ શેરબજારના જોખમોને આધીન હોય છે.રોકાણકાર દ્વારા નફાના અંદાજ સાથે કરવામાં આવેલું રોકાણ ક્યારેક નુકસાન પણ કરાવી શકે છે. આ માટે અમારી રોકાણકારોને સલાહ છે કે શેરબજારમાં કે શેરમાં રોકાણકાર તરીકે તમારા નાણાંનું રોકાણ કરતા પહેલા તમારે ક્ષેત્રના નિષ્ણાતનું માર્ગદર્શન લેવું જોઈએ.

Published On - 7:58 am, Sat, 24 June 23

Next Article