Bank Strike : બેંક કર્મચારીઓની હડતાળ સમેટાઈ, હવે 30 અને 31 જાન્યુઆરીએ બેંક ખુલ્લી રહેશે

Bank Strike Update : 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થાય તે પહેલા બેંકો સતત બે દિવસ કામ કરશે નહીં તેવી જાહેરાત કરાઈ હતી. આવી સ્થિતિમાં, જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ  પેન્ડિંગ રહે તો સેંકડો ગ્રાહક મુશ્કેલીમાં મુકાઈ શકે તેમ હતું. વાસ્તવમાં બેંક કર્મચારીઓ 30 અને 31 જાન્યુઆરી એટલે કે સોમવાર અને મંગળવારે હડતાળ પર જવાના છે.

Bank Strike : બેંક કર્મચારીઓની હડતાળ સમેટાઈ, હવે 30 અને 31 જાન્યુઆરીએ બેંક ખુલ્લી રહેશે
Bank Strike Deferred
| Edited By: | Updated on: Jan 30, 2023 | 6:43 AM

બેંક હડતાળને લઈને મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. 30 અને 31 જાન્યુઆરીએ યોજાનારી હડતાલ બેંક કર્મચારીઓ તરફથી મોકૂફ રાખવામાં આવી છે.  શનિવારે મુંબઈમાં મળેલી બેઠકમાં આ હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. બેંક એમ્પ્લોઈઝ યુનિયનના ઓલ ઈન્ડિયા જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે આ માહિતી આપી છે.હવે  30 અને 31 જાન્યુઆરીએ બેંકો ખુલ્લી રહેશે. હવે બેંક ગ્રાહકોને વધારે મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. જો બેંકોની હડતાળ સમેટાઈ ન હોત તો  28, 29, 30 અને 31ના રોજ ચાર દિવસ બેંકો સતત બંધ રહેવાથી અનેક લોકોના કામકાજને અસર પહોંચે તેમ હતી.

મીટિંગમાં શું નક્કી થયું?

નોંધપાત્ર વાત એ છે કે આ હડતાળ બેંક યુનિયનોના બેનર હેઠળ યોજાવાની હતી. આ અંગે ભૂતકાળમાં દેખાવો પણ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી ડીએન ત્રિવેદીએ જણાવ્યું કે સકારાત્મક વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પછી જાહેરાત કરવામાં આવી છે કે 30 અને 31 તારીખે બેંકો બંધ રહેશે નહીં.

બેંક કર્મચારીઓની આ માંગણીઓ

  • અઠવાડિયામાં 5 દિવસ બેંકિંગ લાગુ કરવી જોઈએ
  •  નિવૃત્ત બેંક કર્મચારીઓના પેન્શનને અપડેટ કરો
  •  જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાનો સમાવેશ થાય છે.
  •  નવી પેન્શન યોજના રદ કરવી જોઈએ
  • પગાર સુધારણાની માંગ વિશે વાત કરવાનું શરૂ કરો.

બજેટ પહેલા હડતાળની અસર પડે તેમ હતી

1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થાય તે પહેલા બેંકો સતત બે દિવસ કામ કરશે નહીં તેવી જાહેરાત કરાઈ હતી. આવી સ્થિતિમાં, જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ  પેન્ડિંગ રહે તો સેંકડો ગ્રાહક મુશ્કેલીમાં મુકાઈ શકે તેમ હતું. વાસ્તવમાં બેંક કર્મચારીઓ 30 અને 31 જાન્યુઆરી એટલે કે સોમવાર અને મંગળવારે હડતાળ પર જવાના છે. બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતરે તો બેંક શાખાના કામકાજને અસર થઈ શકે છે.

આ અંગે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઈએ કહ્યું હતું કે 30-31 જાન્યુઆરીના રોજ યુનિયન ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા બોલાવવામાં આવેલી 2 દિવસની હડતાળ તેમની શાખામાં કામદારોને અસર કરે તેવો ભય હતો. બેંક કર્મચારીઓની આ હડતાળમાં દેશભરમાંથી બેંક શાખાના કર્મચારીઓ ભાગ લેવાના હતા. જો ગ્રાહકો બ્રાન્ચને લગતા તેમના કામ પહેલા જ પતાવી લે તેવી સલાહ અપાઈ હતી.