બેંક ઓફ બરોડાએ ગ્રાહકોને આપી ભેટ, હવે ફિક્સ ડિપોઝીટ પર મળશે વધુ વ્યાજ

|

Nov 15, 2022 | 7:27 AM

બેંક ઓફ બરોડા તરફથી આ એક ખાસ હોમ લોન ઓફર છે, જેમાં માત્ર અમુક પસંદગીના ગ્રાહકોને જ ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવી રહ્યો છે. બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, જે ગ્રાહકો નવી હોમ લોન લઈ રહ્યા છે તેમને દર પર 25 બેસિસ પોઈન્ટ્સનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

બેંક ઓફ બરોડાએ ગ્રાહકોને આપી ભેટ, હવે ફિક્સ ડિપોઝીટ પર મળશે વધુ વ્યાજ
Symbolic Image

Follow us on

જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ તેની ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં એક ટકા સુધીનો વધારો કર્યો છે. બેંક દ્વારા જાહેર  કરાયેલા એક નિવેદનમાં બેંકે કહ્યું હતું કે 50 કરોડથી વધુ અને 200 કરોડ રૂપિયાથી ઓછાના રિટેલ સેવિંગ એકાઉન્ટ પર પણ વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 10 વર્ષ અને તેથી વધુની ઘરેલું અને બિન-નિવાસી સામાન્ય (NRO) ફિક્સ્ડ ડિપોઝિટ પર હવે 6.10 ટકાના દરે વ્યાજ મળશે જે અગાઉ 5.10 ટકા હતું.

નવા વ્યાજ દર

આ ઉપરાંત એકથી બે વર્ષ કરતા વધુ સમયની થાપણો પર હવે 6.10 ટકાના દરે વ્યાજ મળશે. આ દર પહેલા 5.50 ટકા હતો. આ સાથે બેથી ત્રણ વર્ષની FD પર વ્યાજ પણ 0.70 ટકા વધારીને 6.25 ટકા કરવામાં આવ્યું છે. બેંક અનુસાર વરિષ્ઠ નાગરિકોને દરેક શ્રેણી પર 0.50 ટકા વધુ વ્યાજ મળશે.

તમને જણાવી દઈએ કે બેંક ઓફ બરોડાએ રવિવારે હોમ લોન સસ્તી કરી દીધી હતી. ગ્રાહકોને તેમની લોન પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. હોમ લોનના દર પર 25 બેસિસ પોઈન્ટ્સનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે પરંતુ આ ડિસ્કાઉન્ટનો લાભ માત્ર અમુક પસંદગીના ગ્રાહકોને જ મળી રહ્યો છે. ડિસ્કાઉન્ટ પછી બેંક ઓફ બરોડાની હોમ લોન વાર્ષિક 8.25% થી શરૂ થઈ રહી છે. ઘટાડેલ હોમ લોન રેટ 14 નવેમ્બર, 2022 થી લાગુ થશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બેંક ઓફ બરોડા તરફથી આ એક ખાસ હોમ લોન ઓફર છે, જેમાં માત્ર અમુક પસંદગીના ગ્રાહકોને જ ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવી રહ્યો છે. બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, જે ગ્રાહકો નવી હોમ લોન લઈ રહ્યા છે તેમને દર પર 25 બેસિસ પોઈન્ટ્સનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત, જે ગ્રાહકો તેમની હોમ લોન બેંક ઓફ બરોડામાં ટ્રાન્સફર કરશે તેમને પણ 25 બેસિસ પોઈન્ટ્સનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. બેંક ઓફ બરોડાએ અન્ય વધારાની સુવિધા હેઠળ હોમ લોનનો પ્રોસેસિંગ ચાર્જ માફ કર્યો છે.

આ નવી સુવિધામાં બેંક ઓફ બરોડાએ એક વાત સ્પષ્ટ કરી છે કે ગ્રાહકને કેટલી હોમ લોન મળશે, તે સંપૂર્ણપણે તેની ક્રેડિટ પ્રોફાઇલ પર નિર્ભર રહેશે.

બેંકમાં જતાં પહેલા આ વાતનું ધ્યાન રાખજો

જો તમે કોઈ અગત્યનું કામ પતાવવા માટે આગામી થોડા દિવસોમાં બેંક જવાનો પ્લાન બનાવ્યો હોય તો તમારે રજાઓની યાદી ચોક્કસ તપાસવી જોઈએ. બેંકોમાં રજાઓ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નક્કી કરે છે. કેન્દ્રીય બેંક દરેક કેલેન્ડર વર્ષ માટે રજાઓની યાદી તૈયાર કરે છે. અત્રે એ જાણવું જરૂરી છે કે નવેમ્બર 2022માં દેશભરમાં કેટલા દિવસ સુધી બેંકો બંધ રહેશે.

  • 20 નવેમ્બર 2022 – રવિવાર (સાપ્તાહિક રજા)
  • 23 નવેમ્બર 2022 – સેંગ કુત્સાનેમ- શિલોંગમાં બેંક બંધ
  • 26 નવેમ્બર 2022 – શનિવાર (મહિનાનો ચોથો શનિવાર)
  • 27 નવેમ્બર 2022 – રવિવાર (સાપ્તાહિક રજા)

Published On - 7:27 am, Tue, 15 November 22

Next Article