Gujarati NewsBusinessBank Holidays May 2023 Bank will be closed for 12 days in current month check the list before work planning
Bank Holidays May 2023 : ચાલુ મહિનામાં 12 દિવસ બેંક બંધ રહેશે, કામના પ્લાનિંગ પહેલા યાદી તપાસી લો
Bank Holidays May 2023 : મે મહિનામાં વિવિધ પ્રસંગોએ બેંકો કુલ 12 દિવસ બંધ રહેશે. જેમાં તહેવારો, દિવસો અને જ્યંતીને કારણે બેંકો 6 દિવસ બંધ રહેશે, જ્યારે દેશભરની બેંકોમાં 4 રવિવાર અને 2 શનિવારના રોજ રજા છે. મે મહિનાની શરૂઆત રજા સાથે થઈ રહી છે.
Follow us on
Bank Holidays May 2023 : એપ્રિલ મહિનો પૂરો થઇ છે અને આજથી મેં મહિનાની શરૂઆત થઇ છે. આ સાથે જ આજથી નવો મહિનો પણ શરૂ થયો છે. નવા મહિનામાં બેંકોની રજાઓની નવી યાદી પણ બહાર આવી છે. બેંક રજાઓની સંપૂર્ણ યાદી RBIની સત્તાવાર યાદી અનુસાર જાહેર કરવામાં આવી છે. RBI ના લિસ્ટ મુજબ મે મહિનામાં બેંકો 12 દિવસ બંધ રહેશે. મહિનાની શરૂઆત પણ રજા સાથે થવા જઈ રહી છે. આ રજાઓ ઘણી બેંકોને લાગુ પડશે જ્યારે કેટલીક ચોક્કસ રાજ્યો અને પ્રદેશોને લાગુ પડશે. આ 12 દિવસની રજામાં તમામ એકસાથે દરેક સ્થળે લાગુ પડતી નથી જોકે તેમાં 4 રવિવાર અને 2 શનિવારનો પણ સમાવેશ થાય છે.
મે મહિનામાં બેંક કેટલા દિવસ બંધ રહેશે ?
મે મહિનામાં વિવિધ પ્રસંગોએ બેંકો કુલ 12 દિવસ બંધ રહેશે. જેમાં તહેવારો, દિવસો અને જ્યંતીને કારણે બેંકો 6 દિવસ બંધ રહેશે, જ્યારે દેશભરની બેંકોમાં 4 રવિવાર અને 2 શનિવારના રોજ રજા છે. મે મહિનાની શરૂઆત રજા સાથે થઈ રહી છે. જેમાં 1 મેના રોજ મજૂર દિવસ નિમિત્તે બેંકો બંધ રહેશે. આ ઉપરાંત મે મહિનામાં મહારાષ્ટ્ર દિવસ, બુદ્ધ પૂર્ણિમા, મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે બેંક રજાઓ રહેશે. તમને જણાવી દઈએ કે બેંકોની રજાઓ અલગ-અલગ ઝોનમાં અલગ-અલગ હોય છે.