Bank Holidays : કરી લેજો બેન્કિંગના કામનું પ્લાનિંગ, 27 માર્ચથી 4 એપ્રિલ 2021 સુધીમાં માત્ર બે દિવસ બેંક ખુલશે

Bank Holidays : જો તમે આવતા અઠવાડિયે બેંકથી સંબંધિત કાર્યોનું પ્લાનિંગ કર્યું છે તો તમારા આયોજન નિષ્ફળ જઈ શકે છે. બેંકો 27 માર્ચથી 4 એપ્રિલ 2021 સુધીમાં ફક્ત બે દિવસ માટે ખુલશે.

Bank Holidays : કરી લેજો બેન્કિંગના કામનું પ્લાનિંગ, 27 માર્ચથી 4 એપ્રિલ 2021 સુધીમાં માત્ર બે દિવસ બેંક ખુલશે
Bank Holidays March 2021
| Edited By: | Updated on: Mar 24, 2021 | 8:23 AM

Bank Holidays : જો તમે આવતા અઠવાડિયે બેંકથી સંબંધિત કાર્યોનું પ્લાનિંગ કર્યું છે તો તમારા આયોજન નિષ્ફળ જઈ શકે છે. બેંકો 27 માર્ચથી 4 એપ્રિલ 2021 સુધીમાં ફક્ત બે દિવસ માટે ખુલશે. શનિ – રવિ તહેવાર અને નાણાકીય વર્ષના છેલ્લા દિવસના કારણે બેન્કનું કામકાજ બંધ રહેશે.

નવા નાણાકીય વર્ષમાં એપ્રિલ મહિનામાં પ્રથમ તારીખે બેંક બંધ રહેશે. પહેલી એપ્રિલે બેંકમાં જાહેર વ્યવહાર કરવામાં આવશે નહીં, એટલે કે આ દિવસે પણ લોકો માટે બેંકો બંધ રહેશે. આ ઉપરાંત તહેવાર અને રવિવારનો રજાઓના કારણે પણ શરૂઆતી દિવસોમાં રજાઓ આવી રહી છે.

કયા દિવસે બેંકો બંધ રહેશે
27 માર્ચ: બીજો શનિવાર
28 માર્ચ: રવિવાર
29 માર્ચ – હોળીની રજા
30 માર્ચ: વર્કિંગ ડે
31 માર્ચ: નાણાકીય વર્ષનો અંતિમ દિવસ
1 એપ્રિલ : બેંકિંગ કામગીરી બંધ
2 એપ્રિલ: ગુડ ફ્રાઈડે
3 એપ્રિલ: વર્કિંગ ડે
4 એપ્રિલ: રવિવાર

જો તમારે બેંકનું કોઈ મહત્વનું કામ કરવું હોય તો આ અઠવાડિયામાં પતાવી લો. 27 માર્ચથી 4 એપ્રિલ 2021 સુધી બેંકો ફક્ત બે દિવસ માટે ખુલી રહેશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની વેબસાઇટ અનુસાર નાણાકીય વર્ષનો અંતિમ દિવસ હોવાથી બેન્કો 31 માર્ચે ગ્રાહકોની તમામ સેવાઓ પુરી પાડશે નહિ.

આ પણ વાંચોઃ PM Awas Yojna: લાભ લેવા છેલ્લા 7 દિવસનો સમય, ઘર ખરીદવા 2.67 લાખનો લાભ કઈ રીતે મળશે ? જાણો અહેવાલમાં