
Bank Holidays July 2023 : ભલે હવે બેંકિંગ સેક્ટરની મોટાભાગની કામગીરી ઓનલાઈન(Online Banking) થઈ ગઈ છે જેના કારણે તમારે બેંકમાં બહુ ઓછા જવુ પડે છે. આમાં પૈસા ઉપાડવાથી લઈને કોઈને પૈસા મોકલવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. પરંતુ હજુ પણ તમારે ઘણા કામ માટે બેંક જવું પડશે. તેમાં એફડી કરાવવી, પાસબુકમાં એન્ટ્રી કરવી, ડીડી કરાવવી, મોટી લોન લેવી જેવા અન્ય ઘણા કાર્યોનો સમાવેશ થાય છે. પરંતુ જો તમે જુલાઈ મહિનામાં બેંક જવાનું વિચારી રહ્યા છો, તો તે પહેલા તમારે જુલાઈ મહિનામાં બેંકની રજાઓ વિશે જાણી લેવું જોઈએ. જેથી તમારું કોઈ કામ અટકી ન જાય.
જો તમારી પાસે જુલાઈ 2023 ના આવતા મહિનામાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો રજાઓની યાદી તપાસીનેજ જવું જોઈએ. વાસ્તવમાં બેંકો આવતા મહિને 15 દિવસ બંધ રહેશે. જો કે, આ બેંક રજાઓ રાજ્ય અનુસાર એકસાથે હોતી નથી જે અલગ અલગ હોઈ શકે છે. નોંધનીય છે કે બેંકોની રજાઓ વિવિધ રાજ્યોમાં ઉજવાતા તહેવારો અને કાર્યક્રમો પર નિર્ભર કરે છે. આવી સ્થિતિમાં બેંકિંગ કામ માટે બ્રાંચમાં જવા માટે ઘરેથી નીકળવું ખૂબ જ જરૂરી છે, તો પહેલા RBIની બેંક હોલિડે લિસ્ટ પર એક નજર નાખો. એવું ન થાય કે તમે બ્રાન્ચ પર પહોંચો અને ત્યાં બેંકની રજાના કારણે ધક્કો ખાવો પડે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) વિવિધ રાજ્યો અને ઘટનાઓના આધારે તેની બેંક રજાઓની યાદી જાહેરકરે છે અને તેને તેની વેબસાઇટ પર દર વર્ષેઅપડેટ કરે છે. તમે તમારા મોબાઇલ. કેમ્પ્યુટર અથવા લેપોટોપ પર આ લિંક https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx પર ક્લિક કરીને મહિનાની દરેક બેંક રજાઓ વિશે માહિતી જાણી શકો છો.