Bank holidays in November: દેશમાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકોએ નવેમ્બરના પહેલા પખવાડિયામાં 11 જેટલી રજાઓ માણી છે. આ દિવાળી, ભાઈ બીજ અને છઠ પૂજા સહિત ભારતના વિવિધ ભાગોમાં સતત તહેવારોને કારણે રજાઓ મળી હતી. બીજા પખવાડિયામાં એટલે કે આજે 15 નવેમ્બરથી શરૂ થતા પખવાડિયામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકોના છ દિવસ સુધી તેમના દરવાજા બંધ રહેશે.
જો તમે કોઈ બેંક સંબંધિત કામ કરવા માંગતા હોય, તો તમારે કામને સરળતાથી પાર પાડવા માટે નવેમ્બરના બીજા ભાગમાં આ બેંક રજાઓની નોંધ લેવી જ જોઇએ. જો કે, આ સંદર્ભે વધુ ચિંતાનો વિષય નથી કારણ કે આ રજાઓ રાજ્ય મુજબ અલગ અલગ હોય છે. ગુજરાતમાં આ તમામ રજાઓ લાગુ પડતી નથી. આ માટે ઉપરોક્ત દિવસોમાં ચોક્કસ રાજ્યોમાં બેંકોની અમુક શાખાઓ જ બંધ રહેશે. ઉદાહરણ તરીકે, આગામી સોમવારે, એટલે કે 22 નવેમ્બરે, ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો બેંગલુરુમાં કનકદાસ જયંતિના દિવસે બંધ રહેશે પરંતુ બાકીના દેશમાં કામ કરશે.
નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ 11 દિવસની રજા
જો બેંકના ગ્રાહકોએ બ્રાન્ચ સાથે સંબંધિત જરૂરી કામ પતાવવું હોય તો આ મહિનામાં જ પતાવટ કરી લેવું જોઈએ. આરબીઆઈએ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ 1, 3, 4, 5, 6, 10, 11, 12, 19, 22 અને 23 નવેમ્બરે રજા જાહેર કરી છે. આ સિવાય નવેમ્બરમાં બીજા અને ચોથા શનિવાર અને દરેક રવિવારે દેશભરમાં બેંક રજાઓ રહેશે.
રજાઓ માટેની રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સૂચના મુજબ ત્રણ વિભાગ હેઠળ સૂચિત કરવામાં આવી છે. નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ રજા અને રીઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ હેઠળ રજા અને બેંકના એકાઉન્ટ્સ ક્લોઝિંગનો સમાવેશ થાય છે. આ સૂચિત રજાઓ પર જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર, વિદેશી બેંકો, સહકારી બેંકો અને પ્રાદેશિક બેંકો સહિત બેંકોની તમામ શાખાઓ બંધ રહે છે.
એક નજર રજનોની યાદી ઉપર કરો
નોંધ- આ રજાઓ દરેક રાજ્ય અનુસાર બદલાઈ શકે છે.
આ પણ વાંચો : આજે શેરબજારમાં ૩ કંપનીના શેર લિસ્ટ થયા, Policybazaar 17.35% તો Sigachi Industries 252% પ્રીમિયમ પર લિસ્ટ થયો
Published On - 4:58 pm, Mon, 15 November 21