Bank Holidays in January 2023 : જાન્યુઆરીમાં આ દિવસે બેંકો બંધ રહેશે, રજાની યાદી તપાસી કરો કામનું પ્લાનિંગ

Bank Holidays in January 2023 : તમામ રાજ્યોમાં બેંકોની રજાઓની યાદી એક સરખી નથી હોતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અનુસાર તમામ રાજ્યોની રજાઓની યાદી અલગ-અલગ છે. આ રજાઓની સંપૂર્ણ યાદી આરબીઆઈની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવી છે.

Bank Holidays in January 2023 : જાન્યુઆરીમાં આ દિવસે બેંકો બંધ રહેશે, રજાની યાદી તપાસી કરો કામનું પ્લાનિંગ
Bank Holidays in February 2023
| Edited By: | Updated on: Jan 05, 2023 | 6:53 AM

જાન્યુઆરી 2023માં ઘણા તહેવારો અને પ્રજાસત્તાક દિવસના કારણે બેંકોમાં ઘણા દિવસો રજા રહેવાની છે. આરબીઆઈ કેલેન્ડર મુજબ જાન્યુઆરીમાં ઉતરાયણ અને પ્રજાસત્તાક દિવસની રજાઓ રહેશે. રજાઓની યાદીમાં શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે. જાન્યુઆરીમાં રોકડ જરૂર અથવા કોઈ મહત્વપૂર્ણ બેંકિંગ કાર્ય ચૂકી ન જવાય તે માટે બેંકિંગ હોલિડે જાન્યુઆરી 2023 ની યાદી તપાસવી જરૂરી છે. વર્ષ 2023 ના પ્રથમ મહિનામાં પ્રજાસત્તાક દિવસ સાથે કેટલાક અન્ય મહત્વપૂર્ણ તહેવારો  ઉજવવામાં આવનાર છે.  રજાઓમાં નવા વર્ષની ઉજવણી , ગુરુ ગોવિંદ સિંહ જયંતિ, મિશનરી ડે, સ્વામી વિવેકાનંદ જયંતિ, મકરસંક્રાંતિ, પોંગલ, પ્રજાસત્તાક દિવસનો સમાવેશ થાય છે. આ તમામ દિવસે દેશભરમાં બેંકો બંધ રહેશે નહિ. કેટલીક રજાઓ પ્રાદેશિક પણ હોય છે.

બેંકો જાન્યુઆરીમાં આ દિવસે બંધ રહેશે

  • 8 જાન્યુઆરી, 2023 – રવિવાર
  • 14 જાન્યુઆરી, 2023 – બીજો શનિવાર, મકરસંક્રાંતિ
  • 15 જાન્યુઆરી, 2023 – રવિવાર, પોંગલ
  • 22 જાન્યુઆરી, 2023 – રવિવાર
  • 26 જાન્યુઆરી, 2023 – ગુરુવાર, પ્રજાસત્તાક દિવસ
  • 28 જાન્યુઆરી, 2023 – ચોથો શનિવાર
  • 29 જાન્યુઆરી, 2023 – રવિવાર

મોટાભાગના કામ ઓનલાઇન થાય છે

ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને બેંકોમાં રજા હોય તેવા દિવસોમાં ઓનલાઈન બેંકિંગ સુવિધા ચાલુ રહે છે. આ સાથે બેંક ગ્રાહકો માટે એટીએમની સેવા પણ પહેલાની જેમ ચાલુ રહે છે જેથી તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. હાલના સમયમાં મોટાભાગના કામ ઓનલાઇન થઇ શકે છે. માત્ર જૂજ કામ એવા છે જે માટે તમારે ફરજીયાત બેંકની શાખામાં જવાની ફરજ પડે છે.

બેંક રજાઓ રાજ્ય અનુસાર હોય છે

તમામ રાજ્યોમાં બેંકોની રજાઓની યાદી એક સરખી નથી હોતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અનુસાર તમામ રાજ્યોની રજાઓની યાદી અલગ-અલગ છે. આ રજાઓની સંપૂર્ણ યાદી આરબીઆઈની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવી છે જેમાં રાજ્યો અનુસાર વિવિધ તહેવારો અને રજાઓની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે.

જાહેર ક્ષેત્રની બેંકોનું મજબૂત પરિણામ

વર્ષ 2017 થી જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) એ ઘણો લાબું અંતર કાપ્યું છે. તેઓએ 2017માં રૂ. 85,390 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી હતી જ્યારે તે નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 66,539 કરોડના નફામાં ફેરવાઈ હતી. એવો અંદાજ છે કે વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં PSBsનો નફો વધીને એક લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ શકે છે. એક સમય એવો હતો જ્યારે બેડ લોનના ભયજનક સ્તરને કારણે 21 માંથી 11 PSB ને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન ફ્રેમવર્ક હેઠળ મૂકવામાં આવ્યા હતા.

 

Published On - 6:53 am, Thu, 5 January 23