Bank Holidays in January 2022: બેંકને લગતા તમામ કામ ઝડપથી પતાવી દો, જાન્યુઆરીમાં આટલા દિવસો બેંક રહેશે બંધ, આ રહી સંપૂર્ણ યાદી

|

Jan 01, 2022 | 8:10 AM

જાન્યુઆરી 2022 માં બેંક રજાઓના કુલ 17 દિવસ(Bank Holidays in January 2022) માંથી 4 રવિવાર છે. તમને જણાવી દઈએ કે દેશભરમાં બેંકો 17 દિવસ સુધી બંધ રહેશે નહીં.

Bank Holidays in January 2022: બેંકને લગતા તમામ કામ ઝડપથી પતાવી દો, જાન્યુઆરીમાં આટલા દિવસો બેંક રહેશે બંધ, આ રહી સંપૂર્ણ યાદી
Bank Holidays in January 2022

Follow us on

Bank Holidays in January 2022:આજે 1 જાન્યુઆરીથી નવું વર્ષ શરૂ થયું છે.આજથી ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. બેંકોના કામકાજમાં પણ ઘણા ફેરફાર જોવા મળશે. જાન્યુઆરી મહિનામાં એવા દિવસો આવશે જ્યારે બેંકો બંધ રહેશે અને તમે કામ કરી શકશો નહીં.જોકે એક વાતનું ધ્યાન રાખવું કે બેંકના શટર ડાઉન હોય તો પણ કામ ઓનલાઈન ચાલુ રહેશે.

જો જાન્યુઆરી મહિનામાં બેંકને લગતું ઘણું કામ હોય તો રજાઓનું લિસ્ટ જોઈ લો અને તે મુજબ કામ પાર પાડો. રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલી રજાઓની યાદી અનુસાર જાન્યુઆરીમાં ઘણા દિવસ બેંકના કામકાજને અસર થશે. તેમજ વીકએન્ડની રજાઓ પણ અલગ રહેશે. બેંક ગ્રાહકો આ દિવસોમાં શાખામાં પૈસા જમા કે ઉપાડી શકશે નહીં. તેઓ ઈચ્છે તો ઓનલાઈન બેંકિંગ સુવિધા મેળવી શકે છે. બેંક બંધ હોય ત્યારે પણ ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગની સુવિધા ચાલુ રહેશે. ચાલો જોઈએ કે જાન્યુઆરીમાં કયા દિવસે રજાઓ આવશે.

જાન્યુઆરી 2022 માં બેંક રજાઓના કુલ 17 દિવસ(Bank Holidays in January 2022) માંથી 4 રવિવાર છે. આમાંની ઘણી રજાઓ પણ સતત આવી રહી છે. તમને જણાવી દઈએ કે દેશભરમાં બેંકો 17 દિવસ સુધી બંધ રહેશે નહીં. આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી રજાઓની યાદી અનુસાર આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં અલગ અલગ છે. આ તમામ રજાઓ તમામ રાજ્યોમાં એકસાથે લાગુ થશે નહીં. આ ઉપરાંત આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર રવિવાર સિવાય મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહેશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જાન્યુઆરી 2022 માં બેંકની રજાઓ

ચાલો જાણીએ કે જાન્યુઆરી 2022 માં કયા રાજ્યોમાં બેંકો ક્યારે બંધ રહેશે? તેથી આવતા મહિને રજાઓની યાદીના આધારે તમારે તમારા બેંક સંબંધિત કાર્યને પૂર્ણ કરવું જોઈએ જેથી તમે બિનજરૂરી સમસ્યાઓથી બચી શકો.

1 જાન્યુઆરી          શનિવાર         નૂતન વર્ષ (મિઝોરમની રાજધાની આઈઝોલ, સિક્કિમની રાજધાની ગંગટોક અને ચેન્નાઈમાં રજા)
2 જાન્યુઆરી       રવિવાર          સાપ્તાહિક રજા 
3 જાન્યુઆરી        સોમવાર          આઈઝોલ અને ગંગટોકમાં નવા વર્ષની ઉજવણીના કારણે બેંકો બંધ રહેશે.
4 જાન્યુઆરી        મંગળવાર        સિક્કિમીઝ નવું વર્ષ- લોસોંગ માટે ગંગટોકમાં બેંકો બંધ જોવા મળશે.
8 જાન્યુઆરી     શનિવાર          બીજા શનિવારની રજા 
9 જાન્યુઆરી      રવિવાર          ગુરુ ગોવિંદ સિંહ જયંતિ સમગ્ર દેશમાં, સમગ્ર દેશમાં સપ્તાહની રજા
11 જાન્યુઆરી      મંગળવાર       મિશનરી ડે મિઝોરમ
12 જાન્યુઆરી      બુધવાર          સ્વામી વિવેકાનંદના જન્મદિવસ નિમિત્તે કોલકાતામાં રજા
14 જાન્યુઆરી     શુક્રવાર           મકરસંક્રાંતિની ગુજરાતમાં રજા રહેશે 
15 જાન્યુઆરી      શનિવાર         પોંગલની આંધ્રપ્રદેશ, પુડુચેરી, તમિલનાડુ
16 જાન્યુઆરી     રવિવાર           સાપ્તાહિક રજા
18 જાન્યુઆરી     મંગળવાર       પૂસમના તહેવારની ચેન્નાઈમાં રજા
22 જાન્યુઆરી    શનિવાર        ચોથા શનિવારની રજા 
23 જાન્યુઆરી     રવિવાર          સાપ્તાહિક રજા
25 જાન્યુઆરી     મંગળવાર       રાજ્ય સ્થાપના દિવસ હિમાચલ પ્રદેશ
26 જાન્યુઆરી     બુધવાર          સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસની રજા રહેશે
30 જાન્યુઆરી    રવિવાર            સાપ્તાહિક રજા 

 

 

આ પણ વાંચો :  GOLD : વર્ષ 2022 માં સોનુ 55000 રૂપિયા સુધી પહોંચે તેવું અનુમાન, જાણો ઉછાળા પાછળના પરિબળ

 

આ પણ વાંચો : સરકારે SBIને ઈલેક્ટોરલ બોન્ડ જાહેર કરવાની આપી મંજૂરી, વાંચો તેમના વિશે ખાસ વાતો

Next Article