
Bank Holidays August 2023 : ઓગસ્ટ 2023 માં બેંકોમાં ઘણી રજાઓ આવી રહી છે. RBI અનુસાર રવિવાર, બીજા અને ચોથા શનિવાર સહિત 14 દિવસ માટે બંધ રહેશે. ઓગસ્ટમાં તહેવારોની સીઝનની શરૂઆત થાય છે.આ ઉપરાંત 15 ઓગસ્ટ 2023 ના રોજ Independence Dayના અવસર પર દેશભરમાં બેંકોમાં રજા રહેશે.
વર્ષના આ મહિનામાં ઘણા તાહેરવારો આવે છે જેની રજાઓનો પણ ઓગસ્ટ મહિનામાં સમાવેશ થાય છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ના રજાના કેલેન્ડર મુજબ વિવિધ રાજ્યોમાં તમામ કોરમર્શિયલ અને જાહેર ક્ષેત્રની બેંકો આગામી દિવસોમાં 14 દિવસ માટે બંધ રહેશે.
દરેક બેંકમાં રજાઓ સાથે રહે છે આ માટે આરબીઆઈ દ્વારા બેંકની રજાઓની યાદી અગાઉથી જાહેર કરાય છે. RBI અનુસાર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ આવતી રજાઓ અને વાસ્તવિક સમયની કુલ સેટલમેન્ટ રજાઓ અને બેંક ખાતાઓ બંધ કરવાનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન બેન્કની શાખામાં જવાની ફરજ પડે તેમ ન હોય તેવા કાર્ય નાણાકીય, બિન-નાણાકીય સહિત મોટાભાગના બેંકિંગ વ્યવહારો નેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અથવા વોટ્સએપ બેંકિંગ દ્વારા સરળતાથી કરી શકાય છે.
આ તમામ રજાઓ એકસાથે તમામ સ્થળે લાગુ પડતી નથી કેટલીક રજાઓ રાજ્ય અનુસાર પણ હોય છે. રાષ્ટ્રીય પર્વ અને મોટા ઠાઈવાર દરમિયાન જ આખા દેશમાં બેંક એકસાથે બંધ રહે છે.
Published On - 9:31 am, Wed, 26 July 23