Ban on Imports : હલકી ગુણવત્તાની ચાઈનીઝ પ્રોડક્ટ્સને દેશમાં પ્રવેશ બંધી કરાશે, સરકારનો આ નિર્ણય MAKE IN INDIA ને પ્રોત્સાહન આપશે

|

Mar 06, 2023 | 9:51 AM

Ban on Imports : સરકાર સ્વદેશી સામાનને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે. ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર્સ (QCOs) ની શરૂઆત કરવામાં આવશે જેથી હલકી ગુણવત્તાવાળા માલની આયાત અટકાવી શકાય.

Ban on Imports : હલકી ગુણવત્તાની ચાઈનીઝ પ્રોડક્ટ્સને દેશમાં પ્રવેશ બંધી કરાશે, સરકારનો આ નિર્ણય MAKE IN INDIA  ને પ્રોત્સાહન આપશે

Follow us on

Ban on Imports : સરકાર સ્વદેશી સામાનને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે. ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર્સ (QCOs) ની શરૂઆત કરવામાં આવશે જેથી હલકી ગુણવત્તાવાળા માલની આયાત અટકાવી શકાય અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે. સરકાર આગામી છ મહિનામાં એલ્યુમિનિયમ, કોપર પ્રોડક્ટ્સ અને ઘરેલું ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો માટે ઓછામાં ઓછા 58 QCO લાવશે. એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી છે.આ નિર્ણયની સૌથી વધુ અસર ચીન પર પડશે. વાસ્તવમાં, સરકાર જે માલની આયાત બંધ કરવાનું વિચારી રહી છે તેમાંથી મોટા ભાગના માલની આયાત ચીનમાંથી જ થાય છે. એકંદરે ભારતમાં સબસ્ટાન્ડર્ડ ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકવા માટે સરકારે સારી તૈયારીઓ કરી છે અને તેની અસર આગામી સમયમાં જોવા મળી શકે છે.

ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનોને પ્રોત્સાહન

ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દેશમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દિશામાં આ પગલું ભરવાની તૈયારી ચાલી રહી છે. ભારતમાં બનેલી પ્રોડક્ટ સારી ગુણવત્તાની હશે. આ સિવાય તેમની કિંમત સસ્તી થવાની શક્યતા છે જેનો સીધો ફાયદો ભારતીય ગ્રાહકોને થશે.

આ કંપનીઓને નિયમ લાગુ પડશે

પીટીઆઈ-ભાષા સાથેની વાતચીતમાં ડીપીઆઈઆઈટીમાં જોઈન્ટ સેક્રેટરી સંજીવે જણાવ્યું કે વર્ષ 1987થી માત્ર 34 ક્યુસીઓ લાવવામાં આવ્યા છે. પરંતુ હવે અમે આગામી છ મહિનામાં 58 QCO લાવવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય નીચા દરજ્જાની વસ્તુઓની આયાતને રોકવાનો છે. આ ફરજિયાત ધોરણો સ્થાનિક અને વિદેશી બંને કંપનીઓ માટે હશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ માલનું ઉત્પાદન બંધ કરવામાં આવશે

ગુણવત્તા નિયંત્રણ માટે જારી કરાયેલા આ આદેશો હેઠળ, 315 ઉત્પાદનો પ્રમાણભૂત હશે. આ આદેશો હેઠળ, ભારતીય માનક બ્યુરો (BIS) ચિહ્ન ધરાવતા ઉત્પાદનોનું ઉત્પાદન, ખરીદી, વેચાણ, આયાત અને સંગ્રહ કરી શકાતું નથી. તેમણે કહ્યું કે, QCO પ્રક્રિયાને અનુસર્યા પછી એક વર્ષમાં તેની જાણ કરવામાં આવશે.

દેશમાં ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર આ તમામ પગલાં લઈ રહી છે.તેમણે કહ્યું કે ગુણવત્તા સુનિશ્ચિત કરવાથી ભારતમાં બનેલી વસ્તુઓ માટે સમગ્ર વિશ્વ બજાર પણ ઉપલબ્ધ થશે.

Next Article