Bajaj Consumer નો ડિસેમ્બર ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 17.5% વધીને 57.3 કરોડ રૂપિયા થયો

Bajaj Consumer એ બુધવારે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે જે ખુબ સારા રહ્યા છે.

Bajaj Consumer નો ડિસેમ્બર ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 17.5% વધીને 57.3 કરોડ રૂપિયા થયો
Bajaj Consumer
| Edited By: | Updated on: Feb 04, 2021 | 1:58 PM

Bajaj Consumer એ બુધવારે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે જે ખુબ સારા રહ્યા છે. 31 ડિસેમ્બર, 2020 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ડિસેમ્બર ક્વાર્ટરમાં 17.5 ટકા વધીને 57.3 કરોડ રૂપિયા થયો છે. એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં બજાજ કન્ઝ્યુમરનો ચોખ્ખો નફો 48.7 કરોડ રૂપિયા હતો.

ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ 248.4 કરોડ છે જે 17.6 ટકા વધી છે. એક વર્ષ પહેલા ડિસેમ્બર 2019 ના ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક 212.6 કરોડ રૂપિયા હતી.કંપનીની EBITDA ત્રીજી ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 17 ટકા વધીને 62.3 કરોડ રૂપિયા થઈ છે. જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ 53 કરોડ હતી. કંપનીનો EBITDA વાર્ષિક ધોરણે 24.9 ટકાની સામે માર્જિનમાં 25.1 ટકા રહ્યો છે.

કંપનીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં તેનો નફો 48.74 કરોડ રૂપિયા હતો. બજાજ કન્ઝ્યુમર કેર એ શેર બજારને જણાવ્યું હતું કે તેની કુલ આવક સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં 16.25 ટકા વધીને રૂ. 257.61 કરોડ થઈ છે જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 221.60 કરોડ હતી.