Baal Aadhaar : 5 વર્ષથી નાના બાળકો માટે વાદળી આધારકાર્ડ બનાવવું પડશે , જાણો અરજી કરવાની રીત

|

Jul 17, 2021 | 7:09 AM

બાળકો માટે બાળ આધાર (Baal Aadhaar) બનાવવા જરૂરી છે. આ આધારકાર્ડ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બનાવવામાં આવ્યું છે. બાળકોને આપવામાં આવેલો આધાર વાદળી રંગનો હોય છે

Baal Aadhaar : 5 વર્ષથી નાના  બાળકો માટે વાદળી આધારકાર્ડ બનાવવું પડશે , જાણો અરજી કરવાની રીત
Baal Aadhaar

Follow us on

દેશમાં આધારકાર્ડ બનાવતી સરકારી સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ  કહ્યું છે કે બાળકો માટે બાળ આધાર (Baal Aadhaar) બનાવવા જરૂરી છે. આ આધારકાર્ડ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બનાવવામાં આવ્યું છે. બાળકોને આપવામાં આવેલો આધાર વાદળી રંગનો હોય છે અને જ્યારે બાળક 5 વર્ષનો થાય ત્યારે આધાર અમાન્ય થઈ જાય છે . 5 વર્ષની ઉમર બાદ નજીકના કાયમી આધાર કેન્દ્રમાં જવું પડશે અને આ આધાર નંબર સાથે નોંધાયેલા બાળકોની બાયોમેટ્રિક વિગતો મેળવવી પડશે.

શું છે તફાવત ?
UIDAIએ સ્પષ્ટ કર્યું છે કે બાળ આધારમાં આઇરિસ સ્કેન અથવા ફિંગરપ્રિન્ટ સ્કેન જેવી બાયોમેટ્રિક ઓળખની જરૂર રહેશે નહીં. જ્યાં પણ બાળકની ઓળખની જરૂર હોય ત્યાં તેના માતાપિતા તેની સાથે રહેશે. જો કે, બાળકની પાંચ વર્ષની વય બાદ તેને સામાન્ય આધાર કાર્ડ આપવામાં આવશે. જેમાં તમામ બાયોમેટ્રિક વિગતો હશે.

બાળ આધાર કેવી રીતે બનાવવો
તમારા બાળક સાથે આધાર નોંધણી કેન્દ્ર પર જાઓ અને ફોર્મ ભરો બાળકની લાઇફ સર્ટિફિકેટ અને કેન્દ્રમાં આવેલા માતા-પિતામાંથી બાળકના ફોટા લેવામાં આવશે. બાળ આધારને માતાપિતામાંથી કોઈ એકના આધાર કાર્ડ સાથે જોડવામાં આવશે. અહીં બાળકની કોઈ બાયમેટ્રિક વિગતો લેવામાં આવશે નહીં. આ માટે તમારો નોંધાયેલ મોબાઇલ નંબર સબમિટ કરો. ચકાસણી અને નોંધણી પછી, વેરિફિકેશન મેસેજ રજિસ્ટર મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. મેસેજ પ્રાપ્ત થયાના 60 દિવસની અંદર બાળ આધાર માતાપિતાના નોંધાયેલા સરનામાં પર મોકલવામાં આવશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

બાળ આધાર વાદળી રંગનો છે
વાદળી રંગનો આધાર અન્ય આધાર જેટલો માન્ય છે. નવી નીતિ મુજબ UIDAI 0 થી 5 વર્ષના બાળકો માટે વાદળી રંગનો આધાર જારી કરે છે. આ આધાર જ્યારે બાળક 5 વર્ષનો થશે ત્યારે તે અમાન્ય થઈ જશે અને તેને નજીકના કાયમી નોંધણી કેન્દ્રમાં જવું પડશે અને તે જ આધાર નંબર સાથે તેની વસ્તી વિષયક અને બાયોમેટ્રિક વિગતોને અપડેટ કરવી પડશે. અન્યથા આધાર અમાન્ય હશે.

Published On - 7:06 am, Sat, 17 July 21

Next Article