AUTO SECTOR ના શેર રોકાણકારોને કરી શકે છે માલામાલ, તપાસો તમારો પોર્ટફોલિયો

|

Jul 06, 2021 | 9:53 AM

કોરોનાની બીજી લહેર પસાર થઇ ગયા બાદ હવે ધીમે ધીમે સ્થિતિ સામાન્ય બની રહી છે. અર્થતંત્રની ગાડી ફરી પાટા ઉપર ચઢવા લગતા બજારમાં માંગ પણ નીકળી છે. ઑટોમોબાઈલ સેક્ટર માટે સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે.

AUTO SECTOR ના શેર રોકાણકારોને કરી શકે છે માલામાલ, તપાસો તમારો પોર્ટફોલિયો
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

કોરોના મહામારી દરમ્યાન લોકડાઉન અને પ્રતિબંધોના કારણે મંગમાં ઘટાડો થયો હતો. બીજી લહેર પસાર થઇ ગયા બાદ હવે ધીમે ધીમે સ્થિતિ સામાન્ય બની રહી છે. અર્થતંત્રની ગાડી ફરી પાટા ઉપર ચઢવા લગતા બજારમાં માંગ પણ નીકળી છે. ઑટોમોબાઈલ સેક્ટર માટે સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. જુનમાં ઑટોમોબાઈલ કંપનીઓની વૉલ્યૂમ અનુમાનથી વધારે રહી છે. બ્રોકરેજ ફર્મ Emkay એ લૉકડાઉન ખુલવા અને ડિમાન્ડમાં તેજીના કારણે વૉલ્યૂમ બીજા ક્વાર્ટરમાં વધુ વધવાની આશા વ્યક્ત છે. ઓટોમોબાઇલ ક્ષેત્રના આ સ્ટોક્સ ઉપર રોકાણકારોએ નજર રાખવી જોઈએ જે સારું રિટર્ન આપી શકે છે.

Maruti Suzuki
આજનો ભાવ : 7,600 રૂપિયા, ટાર્ગેટ : 8,500 રૂપિયા, લૉકડાઉન બાદ સારી ડિમાન્ડથી બીજી ક્વાર્ટરમાં સેલ્સ વધી શકે છે.

Mahindra & Mahindra
આજનો ભાવ : 790 રૂપિયા. આ ફાઈનાન્શિયલ વર્ષમાં મજબૂત ડિમાન્ડ, કેટલાક મૉડલ્સ માટે વેઈટિંગ પીરિયડ અને ઓછા ડીલર ઈનવેંટરીથી વૉલ્યૂમ ગ્રોથ 30% થી વધારે રહી શકે છે. ફાર્મ સેગમેંટમાં ઊંચા બેઝ અને ઓછા સરકારી સબ્સિડીથી વૉલ્યૂમ નબળા રહેવાની આશંકા છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Ashok Leyland
આજનો ભાવ : 125 રૂપિયા, ટાર્ગેટ: 155 રૂપિયા, આ ફાઈનાન્શિયલ વર્ષમાં કમર્શિયલ વ્હીકલની વૉલ્યૂમ ગ્રોથમાં સારી તેજી આવી શકે છે. લાઈટ કમર્શિયલ વ્હીકલના નવા મૉડલ્સના લૉન્ચથી મદદ મળશે.

Tata Motors
આજનો ભાવ : 348, લક્ષ્યાંક: 410 રૂપિયા,. વર્તમાન ફાઈનાન્શિયલ વર્ષમાં કંપનીની વૉલ્યૂમ 30 ટકાથી વધારે વધી શકે છે. પેસેંજર વ્હીકલની સાથે જ કમર્શિયલ વ્હીકલની ડિમાન્ડમાં તેજીનો ફાયદો મળશે.

Bajaj Auto
આજનો ભાવ : 4203 રૂપિયા, ટાર્ગેટ: 4,340 રૂપિયા, કંપનીને એક્સપોર્ટ માટે ઘણી ડિમાન્ડ મળી રહી છે અને વૉલ્યૂમમાં તેજી આવવાની સંભાવના છે. લૉકડાઉન બાદ સ્થાનિક સેલ્સ પણ વધી શકે છે.

Hero MotoCorp
આજનો ભાવ : 2,937 રૂપિયા, ટાર્ગેટ: 3,870 રૂપિયા, કંપની ને સારી માંગની આશા છે. 52 અઠવાડિયાની સર્વોચ્ચ સપાટી 3,629 છે. લોકડાઉન ખુલ્યા બાદ સ્થિતિમાં સારો સુધાર આવી રહ્યો છે.

 

નોંધ :- અહેવાલનો હેતુ આપણે માહિતી આપવાનો છે. રોકાણથી નફા કે નુકશાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. શેરબજારમાં રોકાણ જોખમને આધીન છે. નફાના અંદાજ સાથે કરેલું રોકાણ ખોટમાં પરિણામી શકે છે. કૃપા કરી રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.

Next Article