WEFમાં અશ્વિની વૈષ્ણવે કહ્યું- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક નીતિઓને કારણે ભારત પર મંદીની કોઈ અસર નથી

|

Jan 21, 2023 | 7:40 PM

વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં કેન્દ્રીય રેલવે અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ભારતે રોકાણ આધારિત વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પ્રમાણમાં રોકાણ કરવાનો નિર્ણય કર્યો.

WEFમાં અશ્વિની વૈષ્ણવે કહ્યું- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક નીતિઓને કારણે ભારત પર મંદીની કોઈ અસર નથી
Ashwini Vaishnav
Image Credit source: File photo

Follow us on

આર્થિક સંકટ વચ્ચે ઘણા દેશો ભારતની આર્થિક પ્રગતિ તરફ જોઈ રહ્યા છે. સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં ચાલી રહેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં (WEF) પણ ભારતની સિદ્ધિનો ડંકો સંભળાયો છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં કેન્દ્રીય રેલવે અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ભારતે રોકાણ આધારિત વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પ્રમાણમાં રોકાણ કરવાનો નિર્ણય કર્યો.

ઘણા દેશોની નીતિઓને કારણે મોંઘવારી વધી : અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, તેના કારણે ભારત મહામારીમાંથી સારી રીતે બહાર આવ્યું અને 6 ટકાથી વધુ વૃદ્ધિ હાંસલ કરી છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે જ્યારે મહામારીએ વિશ્વને ફટકો માર્યો અને આર્થિક અને માનવતાવાદી કટોકટી સર્જી, ત્યારે ઘણા દેશોએ મોટા પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે તેના કારણે મોંઘવારીનું દબાણ વધ્યું.

અશ્વિની વૈષ્ણવે India Stack અપનાવવા માટે પ્રસ્તાવ આપ્યો

તેમણે કહ્યું કે ડિસેમ્બર 2022માં ભારતમાં ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન દ્વારા લગભગ $1500 બિલિયન (રૂ. 1, 21, 753 અબજ રૂપિયા)નો વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ અમેરિકા, બ્રિટન, જર્મની અને ફ્રાન્સમાં સંયુક્ત રીતે કુલ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતાં 4 ગણા વધુ છે. અશ્વિની વૈષ્ણવે વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં India Stack અપનાવવા માટે સમગ્ર વિશ્વને પ્રસ્તાવ પણ આપ્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સેમિકન્ડક્ટર ઉદ્યોગ વિશે કરી વાત

કેન્દ્રીય ટેલિકોમ મંત્રીએ વધુમાં કહ્યું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતી તેઓ એક સંદેશ લઈને આવ્યા છે કે વિશ્વએ ઈન્ડિયા સ્ટેકને અપનાવવું જોઈએ. ઉભરતા દેશોથી લઈને ઉભરતી કંપનીઓ માટે આ એક મહાન ડિજિટલ સોલ્યુશન છે. એટલું જ નહીં, તે ઓપન સોર્સ પ્લેટફોર્મ પર આધારિત છે, એટલે કે કોઈપણ તેનો લાભ લઈ શકે છે.

અશ્વિની વૈષ્ણવ પાસે રેલવે મંત્રાલયનો હવાલો પણ છે. WEF ખાતે અન્ય સત્રમાં, તેમણે દેશમાં ઝડપથી વિકસતી સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે આગામી 3 વર્ષમાં ભારત ટેલિકોમ ઉપકરણોનો મોટો નિકાસકાર દેશ બનશે. આજે તે દેશનો એક મોટો ઉદ્યોગ છે. લગભગ $87 બિલિયનનું રોકાણ આવ્યું છે. Apple iPhone 14 પણ ભારતમાં બની રહ્યો છે અને સપ્લાય ચેન બદલાઈ રહી છે.

Published On - 7:40 pm, Sat, 21 January 23

Next Article