આશિષકુમાર ચૌહાણ  બનશે NSEના નવા MD અને CEO, સેબીએ નિમણૂકને આપી મંજૂરી 

|

Jul 17, 2022 | 10:38 PM

આશિષ કુમાર ચૌહાણ એનએસસી (NSE) ના નવા મેનેજિંગ ડિરેક્ટર અને  સીઇઓ (CEO) બનશે તેમજ તેમનો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે.  પીટીઆઈના અહેવાલ મુજબ મૂડી બજાર નિયામક સેબી (SEBI)એ આ અંગે તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે.

આશિષકુમાર ચૌહાણ  બનશે NSEના નવા MD અને CEO, સેબીએ નિમણૂકને આપી મંજૂરી 
Ashish Kumar Chauhan to be NSE's new MD and CEO

Follow us on

આશિષ કુમાર ચૌહાણ એનએસસી (NSE) ના નવા મેનેજિંગ ડિરેક્ટર અને  સીઇઓ (CEO) બનશે તેમજ તેમનો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે.  પીટીઆઈના અહેવાલ મુજબ મૂડી બજાર નિયામક સેબીએ આ અંગે તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. આશિષ કુમાર ચૌહાણ (Ashish Kumar Chauhan) નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના આગામી મેનેજિંગ ડિરેક્ટર અને CEO બની શકે છે. પીટીઆઈના અહેવાલ મુજબ, સૂત્રોએ તેમને માહિતી આપી હતી કે મૂડી બજાર નિયામક સેબીએ તેમની નિમણૂકને મંજૂરી આપી છે. આવી સ્થિતિમાં ચૌહાણને આ પદ મળવાની આશા છે. હાલમાં ચૌહાણ BSEના MD અને CEO છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમની નિમણૂક પાંચ વર્ષના સમયગાળા માટે કરવામાં આવી છે.

વિક્રમ લિમયેનું સ્થાન લેશે આશિષ ચૌહાણ

આશિષ ચૌહાણ હવે  વિક્રમ લિમયેના સ્થાને  NSEનું સૂકાન સંભાળશે, વિક્રમ લિમયેનો પાંચ વર્ષનો કાર્યકાળ શનિવારે પૂરો થઈ રહ્યો છે. લિમયે હજી તેમના પદ માટે યોગ્ય છે જોકે તેમ હોવા છતાં નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) માં  વિક્રમ લિમયે દ્વારા બીજી ટર્મ માટે અરજી કરવામાં આવી નથી.

કોણ છે આશિષ કુમાર ચૌહાણ?

આશિષ કુમાર ચૌહાણે IIT અને IIMમાંથી અભ્યાસ કર્યો છે  અને વર્ષ 1993 થી 2000 દરમિયાન ક્ષેત્રમાં તેમના કાર્ય માટે, તેમને ભારતમાં આધુનિક નાણાકીય ડેરિવેટિવ્સના જનક કહેવામાં આવે છે. તેણે નિફ્ટી ઇન્ડેક્સ પણ બનાવ્યો અને તે પ્રથમ સ્ક્રીન આધારિત ટ્રેડિંગ બનાવવાનો હવાલો પણ સંભાળે છે. તેમણે આઈડીબીઆઈ સાથે બેંકર તરીકે  પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

આ પણ વાંચો

વર્ષ 2009 થી  આશિષ ચૌહાણે  BSE માં 6 માઈક્રો સેકન્ડના  સમયમાં પ્રતિભાવ આપતું  વિશ્વનું સૌથી ઝડપી એક્સચેન્જ બનવામાં પણ મદદ કરી. આ સાથે, તેમણે તેની આવક વધારવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેમણે ભારતમાં મોબાઈલ સ્ટોક ટ્રેડિંગની શરૂઆત કરી. આશિષ ચૌહાણે બીએસઈનું નવા ક્ષેત્રોમાં વૈવિધ્યીકરણ કર્યું હતું. જે પૈકી કરન્સી, કોમોડિટી અને ઈક્વિટી ડેરિવેટિવ્ઝ, એમએમઈ, સ્ટાર્ટઅપ્સ, મ્યુચ્યુઅલ ફંડ અને વીમા વિતરણ, સ્પોટ માર્કેટ અને પાવર ટ્રેડિંગનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ચૌહાણ પાસે BSE IPO ને સફળતાપૂર્વક હેન્ડલ કરવાનો અનુભવ પણ છે. NSE   આગામી વડાની  શોધ કરતી વખતે આ જ ખાસિયત શોધતા હતી, કારણ કે  NSE લાંબા સમયથી પોતાનો  IPO લાવવાની યોજના બનાવી રહી છે.

આશિષ કુમારની નિમણૂકના નિવેદનમાં નોંધવામાં આવ્યું છે કે તેમની નિમણૂક તેમને કરવામાં આવેલી ઓફરની સ્વીકૃતિ અને NSEના શેરધારકોની મંજૂરી સહિત નિયમો અને શરતોની પરિપૂર્ણતાને આધીન છે.  NSE ના ગવર્નિંગ બોર્ડ દ્વારા નવા MD અને CEO ચાર્જ સંભાળે ત્યાં સુધી  વચગાળામાં કંપનીને ચલાવવા માટે આંતરિક એક્ઝિક્યુટિવ કમિટીની રચના કરવામાં આવી છે. નવા પ્રમુખ પદ  ઉપર આશિષ ચૌહાણ ચાર્જ સંભાળશે તે સાથે જ આ સમિતિનું વિસર્જન કરવામાં આવશે.

Next Article