હાલના સમયમાં ચીન આર્થિક મોરચે દબાણનો સામનો કરી રહ્યું છે અને ભારત તેનો સંપૂર્ણ લાભ ઉઠાવી શકે છે. આ બાબતની અસરનો શેરબજારમાં આ ટ્રેન્ડ દેખાવા લાગ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ વિદેશી રોકાણકારોએ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ભારતીય બજારમાં રૂ 1,210 કરોડનું રોકાણ કર્યું છે.
નિષ્ણાતોના મતે ચીનની કથળતી આર્થિક સ્થિતિને જોતા રોકાણકારોએ ભારતને પ્રાધાન્ય આપવાનું શરૂ કર્યું છે. યુબીએસ ગ્રુપ એજીએ કહ્યું કે ચીનના નવા બજાર નિયમનકારથી નાખુશ રોકાણકારો અન્ય ઉભરતા બજારોમાં રોકાણ કરવા માગે છે અને ભારતને વધુ મહત્વ આપવામાં આવી શકે છે. આનું કારણ એ છે કે ભારતના મુખ્ય સૂચકાંકો ઓલટાઇમ હાઇની આસપાસ રહે છે . સાથોસાથ બજારની તેજીનો લાભ ઉઠાવવા ઘણી સ્ટાર્ટ અપ કંપનીઓના IPO કતારમાં છે.
વર્તમાન સંસદ સત્રમાં અનેક આર્થિક ખરડાઓની મંજૂરીથી ભારતીય બજારને પણ મજબૂતી મળી રહી છે. બીજી બાજુ ચીન આ દિવસોમાં મોંઘવારીની માર સામે સંઘર્ષ કરી રહ્યું છે. ચીનમાં મોંઘવારીનો દર 9 ટકા સુધી પહોંચી ગયો છે જે છેલ્લા 18 મહિનાના સર્વોચ્ચ સ્તર છે. આ કારણે ઘરેલુ વપરાશ ઘટી ગયો છે અને નિકાસ ઘટાડવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.
જુલાઈમાં ચીનની નિકાસ ઘટીને 19.3 ટકા થઈ ગઈ છે જે જૂનમાં 32 ટકા હતી. ભારતીય નિકાસકારોને આ સ્થિતિનો લાભ મળશે. ભારતમાં નિકાસમાં વધારો થતાં ઉત્પાદન વધશે જે FDI માં પણ વધારો કરશે.
આ પણ વાંચો : Gold Price Today : 5 મહિનાના નીચલા સ્તરે સરક્યું સોનું, જાણો આજે કેટલી સસ્તી થઇ કિંમતી ધાતુ
Published On - 6:32 am, Wed, 11 August 21