
ટેકનોલોજી અને કોર્પોરેટ જગતમાં મહિલાઓનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે, અને એક નામ જે ટોચ પર પહોંચ્યું છે તે છે જયશ્રી ઉલ્લાલ. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2025 અનુસાર, એરિસ્ટા નેટવર્ક્સના સીઈઓ જયશ્રી ઉલ્લાલ હવે ભારતની સૌથી પૈસાદાર પ્રોફેશનલ મેનેજર બની ચૂકી છે. તેમણે માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા અને ગુગલના સીઈઓ સુંદર પિચાઈ જેવી દિગ્ગજ હસ્તીઓને પાછળ છોડી 50,170 કરોડ રુપિયાની અદ્દભૂત સંપત્તિ છે.
જયશ્રી ઉલ્લાલ માત્ર પ્રોફેશનલ મેનેજર નથી પરંતુ હુરુનની લિસ્ટમાં ભારતની સૌથી પૈસાદાર મહિલા બની ગઈ છે. તેમણે નાયકાની ફાલ્ગુની નાયર અને જોહોની રાધા બેમ્બુને પણ પછાડી છે. આ સફળતાએ તેમને ગ્લોબલ લેવલ પર ટેકનીક ઉદ્યોગમાં મહિલાઓની વધતી તાકાતનું પ્રતિક બની ગયું છે.
તેની સંપત્તિનું કારણ એરિસ્ટ નેટવર્કસમાં તેના 3 ટકા શેર અને કંપનીની શાનદાર વૃદ્ધિછે. ફોર્બ્સ અનુસાર 2024માં એરિસ્ટા નેટવર્કસનું મુલ્ય 7 બિલિયન ડોલર સુધી વધ્યું હતુ. જેનાથી જયશ્રી ઉલ્લાલની નેટવર્થમાં વધારો થયો છે.એરિસ્ટા નેટવર્ક્સ સિલિકોન વેલીની સૌથી સફળ નેટવર્કિંગ કંપનીઓમાંની એક બની ગઈ છે, અને જયશ્રી ઉલ્લાલના નેતૃત્વ હેઠળ, તેણે વૈશ્વિક ટેકનોલોજી બજારમાં મજબૂત સ્થાન સ્થાપિત કર્યું છે.
હુરુનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, માઈક્રોસોપ્ટના સીઈઓ સત્યા નડેલાની નેટ વર્થ 9,770 કરોડ છે. જે જયશ્રી ઉલ્લાલના મુકાબલે ખુબ ઓછી છે. સુંદર પિચાઈ 5,810 કરોડની સાથે સાતમાં ક્રમે છે. પેપ્સિકોના ભૂતપૂર્વ સીઈઓ ઈન્દ્રા નૂઈ પણ 5,130 કરોડ રૂપિયાની નેટવર્થ સાથે આઠમા ક્રમે છે.
જયશ્રી ઉલ્લાલનો જન્મ લંડનમાં થયો છે અને નવી દિલ્હીમાં પણ રહી છે. તેમણે સૈન ફ્રાન્સિસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રિક્લ એન્જિન્યરિંગમાં સ્નાતક અને સાંતા ક્લારા યુનિવર્સિટીમાંથી માસ્ટરની ડિગ્રી મેળવી છે. 2008થી તે અરિસ્ટા નેટવર્કસના સીઈઓ અને પ્રેસીડન્ટ છે. ત્યારથી કંપનીને સિલીકો વૈલીના પ્રમુખ નેટવર્કિંગ ખેલાડીઓમાંથી એક બનવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહી છે.