રિલાયન્સ ગ્રુપ(Reliance Group)ના અનિલ અંબાણી(Anil Ambani) સતત દેવાની જાળમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન અનિલ અંબાણીના પ્રયાસ સફળ પણ થઇ રહ્યા છે. તાજેતરમાં જ અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટ તરફથી આવો જ એક સારા સમાચાર મળ્યા છે. આ સમાચારને કારણે રોકાણકારોએ ખૂબ કમાણી કરી છે.
શેરબજારમાં Anil Ambani ના રિલાયન્સ ગ્રુપની મોટાભાગની કંપનીઓના શેરના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ પાવર, રિલાયન્સ ઇન્ફ્રા, રિલાયન્સ હોમ ફાઇનાન્સનો સ્ટોક 4.9 ટકા સુધીના વધારા સાથે જોવા મળ્યો છે.
કરો એક નજર અનિલ અંબાણીની કંપનીઓના શેર ની વૃદ્ધિ ઉપર
Reliance Capital – Rs 18.80 per share (4.74 % growth)
Reliance Power – Rs 13.90 per share (4.91 % growth)
Reliance Naval – Rs 2.95 per share (1.72 % growth)
Reliance Home Finance – Rs 4.40 per share (4.76 % growth)
Reliance Infra – Rs 77.90 per share (4.99 % growth)
અનિલ અંબાણી જીત્યા કેસ
હકીકતમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ પ્રાઇવેટ લિમિટેડ અનિલ અંબાણી ગ્રુપની કંપની. (DAMEPL) એ 2017 ના આર્બિટ્રેશનના નિર્ણયને માન્ય રાખ્યો છે. આ સાથે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને 632 મિલિયન ડોલર અથવા 4,600 કરોડ રૂપિયાથી વધુ મળશે. કંપનીના વકીલે કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે DAMEPL આ રકમનો ઉપયોગ તેના ધિરાણકર્તાઓને બાકી ચૂકવવા માટે કરશે. 2008 માં DAMEPL એ 2038 સુધીમાં એરપોર્ટ મેટ્રો લાઇન ચલાવવા માટે DMRC સાથે કરાર કર્યો હતો. બંને પક્ષો વચ્ચે વિવાદ બાદ DAMEPL એ એરપોર્ટ મેટ્રો લાઇનનું સંચાલન બંધ કરી દીધું હતું.
દેવું ઉતારવા કરી રહ્યા છે પ્રયાસ
અનિલ અંબાણી સતત તેમનું દેવું ઓછું કરવા પ્રયાસ કરી રહ્યા છે. આ અગાઉ Anil Ambaniના રિલાયન્સ ગ્રૂપની કંપની રિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ (RCFL) ના લેન્ડર્સે કંપનીના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી . ઓથમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (Authum Investment and Infrastructure)ને સફળ બિડર તરીકે પસંદ કરવામાં આવી હતી. આ અહેવાલ બાદ પણ અનિલ અંબાણીની કંપનીના શેરમાં તેજી જોવા મળી હતી.
Published On - 7:36 am, Tue, 14 September 21