અનિલ અંબાણી મનાવ્યો રક્ષાબંધનનો તહેવાર, બહેનો સાથે બેસીને આપ્યા પોઝ, જુઓ-Photo

ટીના અંબાણીએ રક્ષાબંધનની એક તસવીરો શેર કરી છે, જેમાં અનિલ અંબાણી તેમની બહેનો નીના કોઠારી અને દીપ્તિ સાલગાંવકર સાથે જોવા મળે છે. અનિલ અંબાણીને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી રહી છે

અનિલ અંબાણી મનાવ્યો રક્ષાબંધનનો તહેવાર, બહેનો સાથે બેસીને આપ્યા પોઝ, જુઓ-Photo
anil ambani celebrated Raksha Bandhan
| Updated on: Aug 09, 2025 | 2:00 PM

રક્ષાબંધનનો પર્વ ભારતમા દરેક લોકો ઉત્સાહપૂર્વક મનાવતા હોય છે, ત્યારે ઉદ્યોગપતિ અનિલ અંબાણીની પત્ની અને ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી ટીના અંબાણીએ ઇન્સ્ટાગ્રામ પર અનિલ અંબાણીની બન્ને બહેનો સાથેની રક્ષાબંધનની ઉજવણીની તસવીર શેર કરી.

અનિલ અંબાણી મનાવ્યો રક્ષાબંધનનો તહેવાર

શનિવારે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી વખતે, તેમણે એક ભાવનાત્મક કેપ્શન પણ લખ્યું છે. રક્ષા કરવાનું વચન, સપોર્ટનું વચન, સાચવવાનું બંધન…. આજે અને હંમેશા માટે! બધા ભાઈઓ અને તેમની પ્રિય બહેનોને રક્ષાબંધનની શુભકામનાઓ.

પત્ની ટીના અંબાણીએ શેર કરી તસવીર

ટીના અંબાણીએ રક્ષાબંધનની એક તસવીરો શેર કરી છે, જેમાં અનિલ અંબાણી તેમની બહેનો નીના કોઠારી અને દીપ્તિ સાલગાંવકર સાથે જોવા મળે છે. અનિલ અંબાણીને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી છે અને તેઓ સોફા પર બેઠેલા જોવા મળે છે. આ તસવીરોમાં, અનિલ અંબાણી ખાસ પ્રસંગે તેમની બહેનો સાથે પોઝ આપતા જોવા મળે છે.

તેમની પાછળ અનિલ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણી અને કોકિલા બેનની તસવીર પણ જોવા મળી રહી છે. આ તસવીરની સાથે અનિલ અંબાણી અને તેમની બન્ને બહેનોએ બેસીને ફોટો ક્લિક કરાવ્યા છે.

ટીના અંબાણી ઈન્સ્ટા પર જોવા મળી પરિવારની ઝલક

ટીના અંબાણી બોલિવુડની એક પોપ્યુલર હીરોઈન હતા, જોકે હવે તે ફિલ્મી દુનિયાથી દૂર છે પણ તેમ છત્તા તે એક એક્ટિવ ઇન્સ્ટાગ્રામ યુઝર છે અને ઘણીવાર ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પરિવારની ઝલક શેર કરતા રહે છે.

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો