અદાણી સંકટ પર મજા લેનારા લોકો માટે Anand Mahindraએ કહી આ વાત, કહ્યું એ દિવસો પણ જોઈ લેજો…

|

Feb 04, 2023 | 10:43 PM

Hindenburg Researchની રિપોર્ટને કારણે અદાણીને ગ્રુપને ભારે નુકશાન થયું છે. તેના કારણે ભારત પણ હાલમાં દુનિયામાં ભારે ચર્ચામાં છે. આ બધા વચ્ચે બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ એક સરસ મજાની ટ્વિટ કરી છે જે ભારે વાયરલ થઈ રહી છે.

અદાણી સંકટ પર મજા લેનારા લોકો માટે Anand Mahindraએ કહી આ વાત, કહ્યું એ દિવસો પણ જોઈ લેજો...
Anand Mahindra twitter
Image Credit source: File photo

Follow us on

હાલમાં જ અમેરિકાના શોર્ટ સેલિંગ ફર્મ Hindenburg Researchના એક રિપોર્ટથી ભારતના બિઝનેસ સેક્ટરમાં ભારે હલચલ થઈ છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અદાણી ગ્રુપ ઘણા વર્ષોથી શેયરોમાં ગડબડ કરીને એકાઉન્ટમાં છેતરપિંડી કરી રહ્યું છે. આ રિપોર્ટને કારણે અદાણી ગ્રુપનેના શેયરોમાં ભારે નુકશાન થયું થયું. તેનો માર્કેટ કેપ 100 અરબ ડોલરથી વધારે ઘટી ગયું છે.

શેયર બજારમાં થયેલા આ નુકશાનને કારણે ભારત માર્કેટ કેપ અનુસાર દુનિયાના ટોપ પાંચ દેશોમાં નથી રહ્યું. આ લિસ્ટમાં હવે ભારત છઠ્ઠા નંબર પર છે. આ બધા વચ્ચે સવાલ થઈ રહ્યા છે કે ભારત બિઝનેસ સેક્ટરમાં સમસ્યાઓનો સામનો કરી શકશે? શું ભારતની આર્થિક તાકાત બનવાની મહત્વકાંક્ષાને ઝટકો લાગ્યો? આ બધા વચ્ચે મહિન્દ્રા ગ્રુરના ચેરમેન આનંદ મહિન્દ્રાએ જોરદાર જવાબ આપતા ટ્વીટ કર્યું છે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

આ રહી આનંદ મહિન્દ્રાની ટ્વિટ

 

પહ્મ વિભૂષણથી સમ્માનિત આનંદ મહિન્દ્રાએ અદાણી સંકટને ધ્યાનમાં રાખીને ભારતની આર્થિક તાકાત પર સવાલ ઉઠાવનારા લોકોને જોરદાર જવાબ આપ્યો છે.

આનંદ મહિન્દ્રાએ પોતાની ટ્વીટમાં જણાવ્યું કે વૈશ્વિક મીડિયા અનુમાન લગાવી રહ્યું છે કે શું વ્યાપાર ક્ષેત્રના વર્તમાન પડકારો વૈશ્વિક આર્થિક શક્તિ બનવાની ભારતની મહત્વાકાંક્ષાઓને ખતમ કરશે? હું ભારતને ધરતીકંપ, દુષ્કાળ, મંદી, યુદ્ધો, આતંકવાદી હુમલાઓનો સામનો કરતા જોવા માટે પૂરતો સમય જીવ્યો છું. હું એટલું જ કહીશ કે ભારત સામે ક્યારેય દાવ ન લગાવો.

108 અરબ ડોલરનો લાગ્યો હતો ઝટકો

Hinderburg Researchએ અદાણી ગ્રુપની ફલૈગશિપ કંપવી અદાણી એન્ટરપ્રાઈઝે એ 20 હજાર કરોડ રુપિયાના એફપીઓથી પહેલા પોતાનો રિપોર્ટ જાહેર કર્યો હતો. પરંતુ હિન્ડરબર્ગ રિસર્ચના રિપોર્ટને કારણે અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં 108 ડોલર બિલિયનનો ઘટાડો થયો છે અને અદાણી પણ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ત્રીજાથી 21માં ક્રમે સરકી ગઈ છે.

Next Article