Anand Mahindra એ એરલાઈન ખરીદવા અંગે આપ્યો ફની જવાબ, જાણો શું કહ્યું…

Anand Mahindra 10.2 મિલિયન ફોલોઅર્સ સાથે ટ્વિટર પર સૌથી વધુ સક્રિય ભારતીય બિઝનેસ લીડર છે. આનંદ મહિન્દ્રા ઘણીવાર રસપ્રદ અને પ્રેરણાત્મક પોસ્ટ શેર કરે છે.

Anand Mahindra એ એરલાઈન ખરીદવા અંગે આપ્યો ફની જવાબ, જાણો શું કહ્યું...
Anand Mahindra
Image Credit source: Google
| Edited By: | Updated on: Jan 07, 2023 | 4:10 PM

અબજોપતિ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાનો એરલાઈન શરૂ કરવાનો કે ખરીદવાનો કોઈ ઈરાદો નથી, એમ તેમણે ટ્વિટર યુઝરના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું. 67 વર્ષિય આનંદ મહિન્દ્રા, મુંબઈ સ્થિત મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન છે જે ઓટોમોબાઈલ, કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ, ડિફેન્સ, એનર્જી, ફાઈનાન્સ, હોસ્પિટાલિટી, આઈટી અને એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝમાં હાજર છે. પરંતુ જ્યારે ઉડ્ડયન વ્યવસાયની વાત આવે છે, ત્યારે ઉદ્યોગપતિઓ તેનાથી દૂર રહેવાનું પસંદ કરે છે.

 

 

તેથી જ્યારે એક ટ્વિટર યુઝરે મહિન્દ્રાને પૂછ્યું કે શું તમે એરલાઈન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તેનો જવાબ ના હતો. તેમણે તેના 10 મિલિયન ફોલોઅર્સને પણ પૂછ્યું કે શું તેઓ અનુમાન કરી શકે છે કે તેઓ શા માટે એરલાઇનની માલિકીની યોજના શા માટે નથી બનાવી રહ્યા.

 

 

હવે, જો તમે એવા લોકોમાંથી એક છો જેઓ મણિન્દ્રાના એરલાઇન ન ખરીદવાના નિર્ણય પાછળના કારણોનું અનુમાન કરી રહ્યા છે, તો અહીં એક સંકેત છે. 2019 માં, જ્યારે જેટ એરવેઝ બંધ થઈ ગઈ અને રોકાણકારો શોધી રહી હતી, ત્યારે એક ટ્વિટર વપરાશકર્તાએ મહિન્દ્રાને એરલાઈન ખરીદવા અને તેનું નામ મહિન્દ્રા એરવેઝ રાખવાનું સૂચન કર્યું.

તેમણે કહ્યું હતું કે એરલાઈન્સ ખોટ કરી રહી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે જેટ એરવેઝ ખરીદવાનું વિચારી રહ્યા છે, તો તેણે ટ્વીટ કર્યું કે જો તમારે કરોડપતિ બનવું હોય, તો એક બિલિયન ડોલરથી શરૂઆત કરો અને પછી એરલાઇન શરૂ કરો (ખરીદો).

FY 2020 મુજબ, ભારતીય સ્થાનિક ખાનગી એરલાઇન્સમાં, ઇન્ડિગો રૂ. 16.26 બિલિયનના વિશાળ માર્જિનથી નફાકારક એરલાઇન છે. રૂ. 0.96 બિલિયન સાથે અન્ય નફાકારક એરલાઇન બ્લુ ડાર્ટ હતી, જે ચેન્નાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર આવેલી કાર્ગો એરલાઇન હતી. સ્ટેટિસ્ટાના અનુસાર, યાદીમાંની અન્ય એરલાઇન ખોટમાં છે, જેમાં વિસ્તારાને રૂ. 15.63 અબજનું નુકસાન થયું છે. આનંદ મહિન્દ્રા 10.2 મિલિયન ફોલોઅર્સ સાથે ટ્વિટર પર સૌથી વધુ સક્રિય ભારતીય બિઝનેસ લીડર છે. મહિન્દ્રા ઘણીવાર રસપ્રદ અને પ્રેરણાત્મક પોસ્ટ શેર કરે છે.