Ami Organics IPO: આજે ગુજરાતની આ કંપનીનો શેર લિસ્ટ થશે , જાણો શેર અંગે નિષ્ણાંતોના શું છે અભિપ્રાય

|

Sep 14, 2021 | 6:45 AM

એમી ઓર્ગેનિક્સ એ ફાર્મા ઇન્ટરમીડીયેટ્સની એક અગ્રણી ઉત્પાદક છે જેનો ઉપયોગ એક્ટિવ ફાર્મા ઇન્ગ્રેડિયન્ટ્સ (APIs) માં થાય છે અને સિપ્લા, કેડિલ હેલ્થકેર સહિત 150 જેટલા ગ્રાહકો ધરાવે છે. વિશ્લેષકોના મતે તેના શેર 25-30 ટકાના વધારા સાથે 760-780 રૂપિયાના ભાવે બજારમાં લિસ્ટ થઈ શકે છે.

સમાચાર સાંભળો
Ami Organics IPO: આજે ગુજરાતની આ કંપનીનો શેર લિસ્ટ થશે , જાણો શેર અંગે નિષ્ણાંતોના શું છે અભિપ્રાય
Ami Organics IPO

Follow us on

Ami Organics IPO: સ્પેશિયાલિટી કેમિકલ ઉત્પાદક એમી ઓર્ગેનિક્સનો IPO આજે 14 સપ્ટેમ્બરે બજારમાં લિસ્ટ થઇ રહ્યો છે. આ આઈપીઓને લગભગ 64 ગણું વધુ સબ્સ્ક્રિપ્શન મળ્યું છે અને લિસ્ટિંગ પહેલા તેની કિંમત આઈપીઓના ભાવ કરતાં 157 રૂપિયાના પ્રીમિયમમાં પહોંચી ગઈ છે. ગ્રે માર્કેટમાં એમી ઓર્ગેનિક્સના શેર 610 ના IPO ભાવની સામે 25 ટકા એટલે કે 767 રૂપિયાના ભાવે વેપાર કરી રહ્યા છે. શેરબજારમાં લોન્ચ થયા બાદ કંપની આરતી ઇન્ડસ્ટ્રીઝ, હાઈકલ, વેલિયન્ટની, વિનાટી ઓર્ગેનિક્સ, ન્યૂલેન્ડ ઓર્ગેનીક્સ અને અતુલ.ની લીગમાં જોડાશે

એમી ઓર્ગેનિક્સ એ ફાર્મા ઇન્ટરમીડીયેટ્સની એક અગ્રણી ઉત્પાદક છે જેનો ઉપયોગ એક્ટિવ ફાર્મા ઇન્ગ્રેડિયન્ટ્સ (APIs) માં થાય છે અને સિપ્લા, કેડિલ હેલ્થકેર સહિત 150 જેટલા ગ્રાહકો ધરાવે છે. વિશ્લેષકોના મતે તેના શેર 25-30 ટકાના વધારા સાથે 760-780 રૂપિયાના ભાવે બજારમાં લિસ્ટ થઈ શકે છે.

લિસ્ટિંગ સ્ટ્રેટેજી અંગે નિષ્ણાતોનો શું છે અભિપ્રાય ?
કેપિટલવાય ગ્લોબલ રિસર્ચના વરિષ્ઠ સંશોધન વિશ્લેષક લિકિતા ચેપાના જણાવ્યા અનુસાર કંપનીની રેવેન્યુ અને ટેક્સ પછીનો ચોખ્ખો નફો નાણાકીય વર્ષ 2019 થી નાણાકીય વર્ષ 2021 સુધી સતત વધી રહ્યો છે અને તેની આવકના 50 ટકા નિકાસમાંથી આવે છે. એમી ઓર્ગેનિક્સનો પ્રાઇસ બેન્ડ 603-610 રૂપિયા પ્રતિ શેરની ઉપલી કિંમતે નાણાકીય વર્ષ 21 ની કમાણી કરતાં 35.58x P/E છે, જે ઉદ્યોગની સરેરાશ 48.9x કરતા ઓછી છે. આવી સ્થિતિમાં ચેપા માને છે કે જે રોકાણકારોને તેના શેરો ફાળવવામાં આવ્યા છે તેઓએ તેને લાંબા ગાળા માટે રાખવું ધ્યાન આપવું જોઈએ અને જે રોકાણકારો તેને ચૂકી ગયા છે તેઓએ આ શેરને મધ્યમથી લાંબા ગાળા માટે હોલ્ડ કરવાનું વિચારવું જોઈએ.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

એમી ઓર્ગેનિક્સનો વ્યવસાય સાથે મળીને કામ કરવાની અને નવીનતા લાવવાની ક્ષમતા પર આધારિત છે,આ સ્થિતિમાં ગુજરાત ઓર્ગેનિક્સના પ્લાન્ટનું તાજેતરનું સંપાદન બહુ ફાયદાકારક રહેશે નહીં. આ કારણોસર જેએસટી ઇન્વેસ્ટમેન્ટ્સના વિશ્લેષકો રોકાણકારોને સાવચેત રહેવાની સલાહ આપે છે.

પ્રી-આઇપીઓ કન્સલ્ટિંગ ફર્મ પ્લાનીફાય કન્સલ્ટન્સીના સ્થાપક અને સીઇઓ રાજેશ સિંગલાના જણાવ્યા અનુસાર એમી ઓર્ગેનિક્સ એન્ટી-ડિપ્રેસન્ટ ફાર્મા ઇન્ટરમીડિયેટ્સનું ઉત્પાદન કરે છે જેની માંગ ઝડપથી વધી રહી છે. સિંગલાના જણાવ્યા મુજબ તેના શેર 700 રૂપિયાથી વધુની કિંમતે લિસ્ટેડ થઈ શકે છે અને લિસ્ટિંગ બાદ તેના ભાવમાં વધારો થઈ શકે છે.

સ્વસ્તિક ઇન્વેસ્ટમેન્ટ્સના હેડ ઓફ રિસર્ચ સંતોષ મીનાના જણાવ્યા અનુસાર એમી ઓર્ગેનિક્સ આઇપીઓનું મૂલ્યાંકન રોકાણકારો માટે આકર્ષક હતું. કંપનીની સારી નાણાકીય સ્થિતિને કારણે તેના શેર 30-35 ટકાના વધારા સાથે લિસ્ટ થઈ શકે છે. મીનાના જણાવ્યા મુજબ ચાઇના -1 સ્ટ્રેટેજીને કારણે વધુ સારી સ્થાનિક માંગ અને વૈશ્વિક તકોના કારણે તે લાંબા ગાળે સારો દેખાવ કરી શકે છે. મીનાએ આ સ્ટોક લાંબા સમય સુધી રાખવાની સલાહ આપી છે.

 

આ પણ વાંચો : સરકારના એક નિર્ણયથી BABA RAMDEV ની આ કંપનીના શેરે રોકાણકારોને માલામાલ બનાવ્યા , શું છે તમારા પોર્ટફોલિયોમાં?

 

આ પણ વાંચો : ભારતીય મહિલાઓ વિક્રમ સર્જશે : દેશના આ ઓટો પ્લાન્ટમાં ઉત્પાદનથી લઇ સંચાલન સુધીના કામ મહિલાઓ કરશે , 10હજાર મહિલાઓ ચલાવશે પ્લાન્ટ

Published On - 6:43 am, Tue, 14 September 21

Next Article