દુનિયામાં છેલ્લા ઘણા વર્ષોથી ભારતની છબી બદલાઈ રહી છે. વડાપ્રધાન મોદી અને દેશવાસીઓના પ્રયાસોને કારણે ભારતનો ડંકો આખી દુનિયામાં વાગી રહ્યો છે. બીજી તરફ વિદેશની ધરતી પર રહીને પણ અનેક ભારતીયો દેશના વિકાસમાં મદદ કરી રહ્યાં છે. દુનિયામાં અનેક મોટી સંસ્થાઓના ઉચ્ચ પદ પર હાલમાં ભારતવંશીઓ કામ કરી રહ્યાં છે જેને કારણે ભારતનું પ્રભુત્વ દુનિયામાં વધ્યું છે. હાલમાં ભારતીયોને ગૌરવ અપાવે તેવા સમાચાર સામે આવ્યા છે. ભારતીય મૂળની અમેરિકન નાગરિક અજયપાલ સિંહ બંગા વર્લ્ડ બેન્કના નવા અધ્યક્ષ બન્યા છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ગુરુવારે તેમને અધ્યક્ષ માટે નોમિનેટ કર્યા હતા. જો બાઈડન તરફથી વ્હાઈટ હાઉસે આ જાણકારી આપી હતી. વ્હાઈટ હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમેરિકા એ વર્લ્ડ બેન્કના આગામી અધ્યક્ષ માટે અજય બંગાને નોમિનેટ કર્યા છે. અજય બંગા અધ્યક્ષ બનતા જ રાષ્ટ્રપતિ બાઈડન સહિત અનેક લોકોએ તેમને શુભેચ્છાઓ આપી હતી.
He (Ajay Banga) has a proven track record of creating public-private partnerships. Raised in India he has a unique perspective on opportunities and challenges facing developing countries & how World Bank can deliver on its agenda for prosperity and reduce poverty: White House pic.twitter.com/ZVWpzuUXGS
— ANI (@ANI) February 23, 2023
Published On - 8:39 am, Fri, 24 February 23