મુકેશ અંબાણીએ 728 કરોડમાં ખરીદી ન્યૂયોર્કની હોટેલ, એક વર્ષમાં આ બીજી મોટી ખરીદી

|

Jan 09, 2022 | 9:12 AM

ગયા વર્ષે મુકેશ અંબાણીએ લંડનમાં એક આઈકોનિક હોટેલ ખરીદીને સૌને ચોંકાવી દીધા હતા. અંબાણી રિટેલ માર્કેટમાં રોકાણ કરતા હતા, જ્યારે હોસ્પિટાલિટીમાં રોકાણ તેમના માટે થોડું અલગ હતું.

મુકેશ અંબાણીએ 728 કરોડમાં ખરીદી ન્યૂયોર્કની હોટેલ, એક વર્ષમાં આ બીજી મોટી ખરીદી
Mukesh Ambani (File Image)

Follow us on

દેશના સૌથી અમીર વ્યક્તિ અને અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)એ એક વર્ષથી ઓછા સમયમાં વધુ એક હોટેલ ખરીદી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited)એ આઈકોનિક ન્યૂયોર્ક લક્ઝરી હોટેલ મેન્ડરિન ઓરિએન્ટલને (Mandarin Oriental) $728 મિલિયન ($9.81 મિલિયન)માં હસ્તગત કરવાની જાહેરાત કરી છે.

2003માં બનાવવામાં આવેલી, મેન્ડરિન ઓરિએન્ટલ એ 80 કોલંબસ સર્કલ સ્થિત આઈકોનિક લક્ઝરી હોટેલ છે. સેન્ટ્રલ પાર્ક અને કોલંબસ સર્કલની બરાબર બાજુમાં રિલાયન્સ (Reliance) દ્વારા એક વર્ષથી ઓછા સમયમાં આઈકોનિક હોટેલનું આ બીજી ખરીદી છે. ગયા વર્ષે સ્ટોક પાર્ક, બ્રિટનની પ્રથમ આઈકોનિક કન્ટ્રી ક્લબ અને ગોલ્ફ રિસોર્ટ, £57 મિલિયન પાઉન્ડમાં રૂ. 592 કરોડમાં ખરીદી હતી .

ન્યૂયોર્ક સિટીની પ્રતિષ્ઠિત લક્ઝરી હોટેલ

તે કેમેન આઈસલેન્ડમાં સામેલ કંપની છે અને મેન્ડરિન ઓરિએન્ટલ ન્યૂયોર્કમાં પરોક્ષ રીતે 73.37 ટકા હિસ્સો ધરાવે છે. મેન્ડરિન ઓરિએન્ટલ એ ન્યૂયોર્ક સિટીની પ્રતિષ્ઠિત લક્ઝરી હોટેલમાંની એક છે. રિલાયન્સે જણાવ્યું હતું કે, ટ્રાન્ઝેક્શન માર્ચ 2022ના અંત સુધીમાં થવાની અપેક્ષા છે અને તે અમુક પરંપરાગત નિયમનકારી અને અન્ય મંજૂરીઓ અને કેટલીક અન્ય શરતોના સંતોષને આધીન છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

રિલાયન્સ હાલમાં મુંબઈમાં કન્વેન્શન સેન્ટર્સ, હોટેલ્સ અને મેનેજ્ડ એકોમોડેશન વિકસાવવા સિવાય EIH લિમિટેડમાં રોકાણ કરે છે. RIIHL 73.37 ટકા હિસ્સાના પરોક્ષ સંપાદન માટે ઉપયોગમાં લેવાતા સમાન મૂલ્યાંકનના આધારે બાકીના 26.63 ટકા હસ્તગત કરશે.

અંબાણીએ હોટેલ ઉદ્યોગમાં પગ મુક્યો

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી હવે ધીમે ધીમે હોટલ ઉદ્યોગમાં પોતાના પગ જમાવી રહ્યા છે. અગાઉ તેણે લંડનનું કન્ટ્રી ક્લબ અને ગોલ્ફ રિસોર્ટ સ્ટોક પાર્ક ખરીદ્યો હતો. તે જ સમયે, તેણે હવે ન્યૂયોર્કની લક્ઝરી મેન્ડરિન ઓરિએન્ટલ ખરીદી છે.

તમને જણાવી દઈએ કે સ્ટોક પાર્ક યુરોપનો સૌથી પોશ ગોલ્ફ કોર્સ છે. જો તમે હોલીવુડની ફિલ્મો જોશો તો અહીં ડઝનેક ફિલ્મોનું શૂટિંગ થયું છે. બકિંગહામશાયરમાં સ્ટોક પાર્ક 300 એકરમાં ફેલાયેલો છે. તેમાં રહેવા માટે 49 બેડરૂમ છે. આ સિવાય સ્પા, સ્વિમિંગ પૂલ, ફિટનેસ ક્લબ, જીમ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

સ્ટોક પાર્કનો ઈતિહાસ લગભગ 900 વર્ષ જૂનો છે, પરંતુ 1908 સુધી તેનો ઉપયોગ ખાનગી રહેઠાણ તરીકે થતો હતો. આ પાર્કમાં આવેલ લક્ઝુરિયસ વિલા જેમ્સ વ્યાટ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Assembly Election 2022: દરેક મત વિસ્તારમાં ચૂંટણી પંચ મહિલાઓ સંચાલિત ઓછામાં ઓછુ એક મતદાન મથક બનાવશે

Next Article