એમેઝોન અને ફ્યુચર ગ્રૂપ વચ્ચે ચાલી રહેલ કાનૂની લડાઈ એક વળાંક પર પહોંચી રહી હોય તેવું લાગી રહ્યું છે. ગુરુવારે એટલે કે 3 માર્ચે, બંને પક્ષોના વકીલો કોર્ટની બહાર વાતચીત કરવા સંમત થયા છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) બંને પક્ષોને સમજૂતી કરવા માટે 15 માર્ચ સુધીનો સમય આપ્યો છે અને આ સમાચાર સાથે, 18 મહિનાથી ચાલી રહેલ કાનૂની વિવાદનો અંત આવી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. જો કે, અગાઉ એવા અહેવાલો પણ આવ્યા હતા કે ફ્યુચર ગ્રુપ તેના સ્ટોર્સ રિલાયન્સને ટ્રાન્સફર કરી રહ્યું છે અને તેનાથી નારાજ એમેઝોન હવે ફ્યુચર રિટેલ સામે ફોજદારી કેસ દાખલ કરી શકે છે.
2019 માં, એમેઝોન અને ફ્યુચર વચ્ચે એક કરાર થયો હતો, જે પછી એમેઝોને ફ્યુચર ગ્રુપના ગિફ્ટ વાઉચર યુનિટમાં રોકાણ કર્યું હતું. આ પછી રિલાયન્સે ફ્યુચર્સના બિઝનેસમાં રસ દાખવ્યો.
ફ્યુચરે રિલાયન્સ સાથે પણ કરાર કર્યો. પરંતુ એમેઝોને તેની ડીલનો હવાલો આપીને આ મામલાને ફસાવી દીધો. હવે આ પછી કાનૂની દાવ શરૂ થયો, જે આજ સુધી ચાલુ છે. CCI એ 18 ડિસેમ્બર 2021 ના રોજ એમેઝોન-ફ્યુઝર ડીલ માટેની મંજૂરીને સસ્પેન્ડ કરી હતી. એમેઝોન પર 200 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મામલો દિલ્હી હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.
રિલાયન્સ અને ફ્યુચર વચ્ચે 24 હજાર કરોડથી વધુની ડીલ નક્કી કરવામાં આવી છે. પરંતુ આ ડીલ એમેઝોનને મંજૂર નથી. એટલે કે, સમગ્ર મુદ્દો એ છે કે એમેઝોન રિટેલ માર્કેટમાં વ્યાપ વધારવા માટે શક્ય તેટલું બધું કરી રહ્યું છે. જ્યારે બીજી તરફ, ફ્યુચર ગ્રૂપ પણ રિલાયન્સ સાથેની ડીલને આગળ વધારવા માંગે છે.
હવે તાજા સમાચાર મુજબ, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે આ મામલે 15 માર્ચે સુનાવણી કરશે. ત્યાં સુધી ત્રણેય પક્ષ સમાધાનનો માર્ગ શોધે. એટલે કે હવે આ મામલો જલ્દી ખતમ થઈ શકે છે અને અંતે કોણ શું મેળવશે તે જોવું રસપ્રદ રહેશે.
અમે તમને જણાવી દઈએ કે એમેઝોન ડોટ કોમ તેના ભારતીય પાર્ટનર ફ્યુચર રિટેલ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂ કરવાની યોજના બનાવી રહી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, તે કાયદાકીય પ્રતિબંધો છતાં તેના મોટા હરીફ રિલાયન્સને સંપત્તિ ટ્રાન્સફર કરવા માટે આમ કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક વર્ષથી વધુ સમયથી એમેઝોન અને ફ્યુચર ગ્રુપ વચ્ચે કાનૂની લડાઈ ચાલી રહી છે.