ALL TIME HIGH : શેરબજારે નવી રેકોડ સપાટી દર્જ કરી, SENSEX 60,412.32 ની નવી સર્વોચ્ચ સપાટીએ દેખાયો

|

Sep 27, 2021 | 9:45 AM

ઇન્ડેક્સ 60,303 પર ખુલ્યો હતો અને નિફ્ટી(Nifty)એ 17,932 પર કારોબાર શરૂ કર્યો હતો. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 300 અંક અને નિફ્ટી 70 અંક વધીને કારોબાર કરતા નજરે પડયા હતા.

સમાચાર સાંભળો
ALL TIME HIGH : શેરબજારે નવી રેકોડ સપાટી દર્જ કરી, SENSEX 60,412.32 ની નવી સર્વોચ્ચ સપાટીએ દેખાયો
Stock Market

Follow us on

સપ્તાહના પહેલા કારોબારી દિવસે આજે શેરબજાર(Share Market)ને મજબૂત શરૂઆત મળી છે. આજે સેન્સેક્સ(SENSEX)એ ૬૦ હજાર ઉપરના સ્તરની સ્થિતિ જાળવી રાખી હતી. ઇન્ડેક્સ 60,303 પર ખુલ્યો હતો અને નિફ્ટી(Nifty)એ 17,932 પર કારોબાર શરૂ કર્યો હતો. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 300 અંક અને નિફ્ટી 70 અંક વધીને કારોબાર કરતા નજરે પડયા હતા.

શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 60412 આજની ઉપલી સપાટીએ નજરે પડ્યો હતો. ઇન્ડેક્સની સર્વોચ્ચ સપાટી છે. નિફટીની વાત કરવામાં આવે તો ઇન્ડેક્સ આજે 17,933.20 ની આજની મહત્તમ સપાટી સુધી નોંધાયો છે. નિફટીની ઓલ ટાઈમ હાઇલ લેવલ 17,947.65 છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેર ફાયદા સાથે વેપાર કરી રહ્યા છે અને 8 શેર નબળાઈ સાથે વેપાર કરી રહ્યા છે. ઇન્ડેક્સમાં M&M, મારુતિ અને SBI ના શેરમાં 1%થી વધુનો વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ટેક મહિન્દ્રાનો હિસ્સો લગભગ 1%ઘટ્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ગ્લોબલ માર્કેટ તરફથી પૉઝિટિવ સંકેત આવી રહ્યા છે. એશિયામાં નિક્કેઈ અને SGX NIFTY ની વધારા પર શરૂઆત થઈ છે. DOW FUTURES પણ 140 અંક વધ્યો છે. શુક્રવારના અમેરિકી બજાર મિશ્ર કારોબારના અંતે બંધ થયા હતા.

એશિયાઈ બજારોથી પૉઝિટિવ શરૂઆતના સંકેત મળ્યા છે. શુક્રવારે Dow અને S&P 500 મામૂલી વધારાની સાથે બંધ થયા છે. ચીનમાં બધા ક્રિપ્ટોકરેંસી પર બેન લગાવાયા છે. Evergrande એ ડૉલર બૉન્ડ પર પેમેંટના ડિફૉલ્ટ કર્યા છે. 10 વર્ષની US બૉન્ડ યીલ્ડ 1.45% પર છે. 3 વર્ષની ઊંચાઈ પર ક્રૂડ ઓઇલ પહોંચ્યુ છે અને બ્રેંટ 80 ડૉલરની નજીક કારોબાર કરી રહ્યા છે. સપ્લાઈ ઘટવાની આશંકા વચ્ચે ક્રૂડમાં ઉછાળો જોવાને મળી રહ્યો છે.

એશિયાના મોટાભાગના બજારોમાં મજબૂત કારોબાર જોવા મળી રહ્યો છે. SGX NIFTY 103.00 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે. સ્ટ્રેટ ટાઇમ્સ 1.25 ટકાનો વધારો દર્શાવે છે. તાઇવાનમાં 0.18 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે અને તે 17,291.02 ના સ્તરે જોવા મળી રહ્યો છે. આ જ શાંઘાઈ કમ્પોઝિટ 0.33 ટકાની નબળાઈ દર્શાવે છે. કોસ્પીમાં 0.58 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. HANG SENG માં 0.70 ટકાની મજબૂતાઈ સાથે તે 24,530.80 ના સ્તર પરઇન્ડેક્સ જોવા મળે છે.

Next Article