Go First Cancelled Flights: GoFirst ની તમામ ફ્લાઈટ્સ 19 મે સુધી રદ કરવામાં આવી, રિફંડ અંગે એરલાઈને કહી આ વાત

|

May 10, 2023 | 2:22 PM

Go First Flights Cancelled: GoFirst એ 19 મે સુધી તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. એરલાઇન્સે ઓપરેશનલ કારણોસર તમામ ફ્લાઇટ્સ રદ કરી છે.

Go First Cancelled Flights: GoFirst ની તમામ ફ્લાઈટ્સ 19 મે સુધી રદ કરવામાં આવી, રિફંડ અંગે એરલાઈને કહી આ વાત
Go First Flights

Follow us on

Go First Flight Cancelled News:GoFirst ફ્લાઇટ્સ ઓપરેશનલ કારણોસર 19 મે 2023 સુધી રદ કરવામાં આવી છે. ગો ફર્સ્ટે તેના ટ્વિટર હેન્ડલ દ્વારા મુસાફરોને આ માહિતી આપી છે. એરલાઈન્સે કહ્યું છે કે મુસાફરોને થઈ રહેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. મુસાફરોને માહિતી આપતાં વાડિયા ગ્રુપની કંપનીએ કહ્યું કે રદ થયેલી ફ્લાઇટમાં ટિકિટનું રિફંડ પહેલાની જેમ જ પ્રક્રિયાના આધારે આપવામાં આવશે.

GoFirstએ જણાવ્યું હતું કે તેણે સમસ્યાના ઝડપી નિરાકરણ અને ઓપરેશનલ રિઝોલ્યુશન માટે અરજી કરી છે. ફ્લાઇટ બુકિંગની સુવિધા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ગો ફર્સ્ટ એ માહિતી માટે https://bit.ly/42ab9la લિંક શેર કરી છે. જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની માહિતી અથવા સમસ્યા માટે તમે અહીં સંપર્ક કરી શકો છો.

મુસાફરો રિફંડની રાહ જોઈ રહ્યા છે

ગયા અઠવાડિયા સુધી, GoFirst એ 12 મે સુધી ફ્લાઇટ્સ રદ કરી હતી. આ અંગે DGCAએ યાત્રીઓના પૈસા વહેલામાં વહેલી તકે પરત કરવા જણાવ્યું હતું. જો કે, હજુ સુધી મુસાફરોને રિફંડ આપવામાં આવ્યું નથી. મોટાભાગના મુસાફરો રિફંડની રાહ જોઈ રહ્યા છે. આ મુસાફરોને ક્રેડિટ નોટ આપવામાં આવી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રિફંડ અંગે કંપનીએ શું કહ્યું

કંપનીનું કહેવું છે કે ફ્લાઈટ્સ કેન્સલ થયા બાદ મુસાફરો રિફંડને લઈને ચિંતિત છે. દરમિયાન, એરલાઈને કહ્યું છે કે અમે મુસાફરોની સમસ્યાઓ સમજી રહ્યા છીએ. અમે ભવિષ્યમાં વધુ સારી ફ્લાઇટની ખાતરી આપીએ છીએ. રિફંડની સંપૂર્ણ રકમ મુસાફરોના ખાતામાં મોકલવામાં આવશે. જોકે, મુસાફરોને રિફંડના પૈસા ક્યારે પરત મળશે તે કહેવું મુશ્કેલ છે.

ગો ફર્સ્ટ કઈ સ્થિતિમાં છે?

ગો ફર્સ્ટ એરલાઇનની શરૂઆત વર્ષ 2005માં કરવામાં આવી હતી. તે વાડિયા ગ્રૂપની એરલાઇન છે, જે સસ્તી હવાઇ સેવાઓ પૂરી પાડતી અગ્રણી એરલાઇન્સમાંની એક છે. તેણે NCLTમાં નાદારીની અરજી પણ દાખલ કરી હતી. કંપનીએ જણાવ્યું કે હાલમાં તે કેશ અને કેરી મોડમાં પેમેન્ટ કર્યા પછી જ ફ્લાઈટ ઓપરેટ કરી શકશે. તેના ઉપર કુલ રૂ. 6,527 કરોડનું દેવું છે.

Next Article