Akshaya Tritiya 2022 : તમે ખરીદેલું સોનુ શુદ્ધ છે તેની ખાતરી કેવી રીતે કરશો? જાણવા વાંચો અહેવાલ

|

May 02, 2022 | 7:20 AM

આપણા દેશમાં સોના-ચાંદીની ખરીદી અક્ષય તૃતીયના થોડા દિવસો પહેલા જ શરૂ થઈ જાય છે. પરંતુ આ શોપિંગ સીઝનમાં સોનાની શુદ્ધતા શોધવી પણ ખૂબ જ જરૂરી છે.  અક્ષય તૃતીયના અવસર પર દુકાનો પર ભારે ભીડ જોવા મળે છે.

Akshaya Tritiya 2022 : તમે ખરીદેલું સોનુ શુદ્ધ છે તેની ખાતરી કેવી રીતે કરશો? જાણવા વાંચો અહેવાલ
Akshaya Tritiya 2022

Follow us on

3 મે મંગળવારના રોજ દેશભરમાં અક્ષય તૃતીય(Akshaya Tritiya 2022)ની ઉજવણી કરવામાં આવશે. અક્ષય તૃતીય પર સોનું, ચાંદી અથવા હીરા ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કે, મોટાભાગના લોકો આ શુભ અવસર પર સોનું ખરીદવાનું પસંદ કરે છે. અક્ષય તૃતીયના દિવસે ગ્રાહકોને રીઝવવા માટે માત્ર મોટા સ્ટોર્સ જ નહીં પરંતુ નાના વેપારીઓ પણ સોના અને ચાંદીની ખરીદી પર જબરદસ્ત ઑફર્સ આપે છે. આ જ કારણ છે કે  લોકો અક્ષય તૃતીય પર સોનું અને ચાંદી ખરીદવા આકર્ષાય છે અને ખરીદી કરે છે. જો તમે પણ અક્ષય તૃતીયના અવસર પર સોનું ખરીદવા જઈ રહ્યા છો અથવા તાજેતરમાં સોનું ખરીદ્યું છે તો તમે ઘરે બેઠા મોબાઈલ એપ દ્વારા તેની શુદ્ધતા ચકાસી શકો છો.

તમે ઘરે બેઠા સોનાની શુદ્ધતા ચકાસી શકો છો

આપણા દેશમાં સોના-ચાંદીની ખરીદી અક્ષય તૃતીયના થોડા દિવસો પહેલા જ શરૂ થઈ જાય છે. પરંતુ આ શોપિંગ સીઝનમાં સોનાની શુદ્ધતા શોધવી પણ ખૂબ જ જરૂરી છે.  અક્ષય તૃતીયના અવસર પર દુકાનો પર ભારે ભીડ જોવા મળે છે. આવી સ્થિતિમાં લોકો પાસે તેની તપાસ કરવા માટે પૂરતો સમય નથી અને છેતરપિંડી કરનારા દુકાનદારો આવી તકોનો લાભ લઈ ગ્રાહકોને ભેળસેળ કે નકલી સોનું વેચે છે. આવી સ્થિતિમાં જો તમને તમારા સોના વિશે શંકા છે અને તમે તેની શુદ્ધતા તપાસવા માંગો છો તો તમે BIS કેર એપ્લિકેશન દ્વારા તમારા સોનાની શુદ્ધતા ચકાસી શકો છો.

BIS Care App નો ઉપયોગ કેવી રીતે કરવો

  • તમારા મોબાઈલ ફોનના એપ સ્ટોર પર જઈને BIS Care App ડાઉનલોડ કરો અને જરૂરી વિગતો ભરીને લોગીન કરો.
  • એપમાં લોગ ઈન કર્યા પછી ‘Varify HUID’ પર ક્લિક કરો. હવે એપમાં એક નવું પેજ ખુલશે જ્યાં તમને 6 અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ દાખલ કરવાનું કહેવામાં આવશે.
  • હવે તમારે તે બોક્સમાં તમારા દાગીના પર લખેલો 6 અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ નાખવો પડશે. તમારા દાગીના પર લખેલા નંબરના છેલ્લા 6 અંક HUID છે જેમાં અંગ્રેજી અક્ષરો અને કેટલાક નંબરો પણ સામેલ છે.
  • આ બોક્સમાં તમે 6 અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ સબમિટ કરતાની સાથે જ તમને તમારા દાગીનાની સંપૂર્ણ વિગતો મળી જશે.

BIS કેર એપની એક ખાસ વિશેષતા એ છે કે જો તમે તમારી જ્વેલરીની શુદ્ધતાથી સંતુષ્ટ નથી તો તમે આ એપ દ્વારા જ ફરિયાદ પણ નોંધાવી શકો છો. ધારો કે તમે દુકાનમાંથી 24 કેરેટનો સોનાનો સિક્કો ખરીદ્યો છે. પરંતુ જ્યારે તમે તેની શુદ્ધતા તપાસી તો ખબર પડી કે તે માત્ર 22 કેરેટ છે. આવી સ્થિતિમાં, તમે BIS કેર એપની ફરિયાદ પર ક્લિક કરીને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video

આ પણ વાંચો : Akshaya Tritiya 2022: સેફગોલ્ડે 10 ગ્રામ Gold Coin જાહેર કર્યા, એક ક્લિકમાં ખરીદો 24 કેરેટ સોનું

આ પણ વાંચો :  Akshaya Tritiya 2022: અક્ષય તૃતીયા પર ભૌતિક સોનું ખરીદવું, કે ગોલ્ડ ETFમાં રોકાણ કરવું? જાણો શેમાં ફાયદો થશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article