Breaking News Akash Ambani Daughter: અંબાણી પરિવારમાં ગુંજી કિલકારી, આકાશ-શ્લોકાના ઘરે થયું લક્ષ્મીનું આગમન

Akash Ambani Daughter: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે ફરી એકવાર કિલકારી ગુંજી છે. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાને (Akash ambani and shloka mehta) તેમના બીજા સંતાન તરીકે પુત્રીનું આગમન થયું છે.

Breaking News Akash Ambani Daughter: અંબાણી પરિવારમાં ગુંજી કિલકારી, આકાશ-શ્લોકાના ઘરે થયું લક્ષ્મીનું આગમન
Akash Ambani Daughter
| Updated on: May 31, 2023 | 6:10 PM

Mumbai: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલામાં ફરી એકવાર કિલકારી ગુંજી છે. તેમના મોટા પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા મહેતાને ઘરે એક પુત્રીનો જન્મ થયો છે. આ તેમનું બીજું સંતાન છે. આ સાથે આકાશ-શ્લોકાના પુત્ર પૃથ્વી અંબાણીને નાની બહેન પણ મળી છે.

શ્લોકા મહેતા બીજી વખત બની માતા

આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ આજે ​​એટલે કે 31 મેના રોજ પુત્રીને જન્મ આપ્યો છે. બાળકના આગમનથી અંબાણી પરિવાર ખૂબ જ ખુશ છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર યોગેન શાહે પણ આ માહિતી પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. પરંતુ હજુ સુધી અંબાણી પરિવારની તરફથી માહિતી સામે આવી નથી.

વર્ષ 2020 માં પુત્ર પૃથ્વીને જન્મ આપ્યો

આકાશ અને શ્લોકા વર્ષ 2020માં પહેલા વખત પુત્ર પૃથ્વીના માતા-પિતા બન્યા હતા. 2020માં 10 ડિસેમ્બરે મુકેશ અંબાણીના ઘરે પૌત્રનો જન્મ થયો હતો. પૌત્રના જન્મ પછી તરત જ મુકેશ અંબાણીએ એક તસવીર શેર કરી હતી જેમાં તેઓ તેમના પૌત્ર સાથે જોવા મળ્યા હતા.

રસપ્રદ છે બંનેની લવ સ્ટોરી

થોડા દિવસો પહેલા શ્લોકા અને આકાશ સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. આ દરમિયાન મુકેશ અંબાણી અને પૃથ્વી પણ તેમની સાથે જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ મહેતા અને અંબાણી લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. આકાશ અને શ્લોકા હાઈસ્કૂલથી એકબીજાને ઓળખે છે. મીડિયા રિપોર્ટ મુજબ આકાશે 12મા ધોરણમાં જ પોતાની લાગણીઓ સ્વીકારવાનું નક્કી કર્યું હતું. પરીક્ષા પૂરી થયા પછી આકાશે શ્લોકાને પ્રપોઝ કર્યું અને શ્લોકાએ સ્વીકાર્યું.

આ પણ વાંચો: Parineeti Chopra Wedding : લગ્નની તારીખ શું છે ? પરિણીતી ચોપરાને પૂછવામાં આવ્યો સવાલ, એક્ટ્રેસે હસીને આપ્યો ફની જવાબ, જુઓ Video

વર્ષ 2018 માં કર્યા હતા લગ્ન

અભ્યાસ પૂરો કરવા માટે બંનેએ અલગ-અલગ યુનિવર્સિટીમાં એડમિશન લીધું, જેના કારણે બંને અલગ થઈ ગયા, પરંતુ તે પછી પણ બંને એકબીજાના સંપર્કમાં રહ્યા. જ્યારે શ્લોકાએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને તેની કારકિર્દીની શરૂઆત કરી, ત્યારે બંનેએ ઓફિશિયલ રીતે તેમના સંબંધોની જાહેરાત કરી. આકાશ અને શ્લોકાની સગાઈ માર્ચ 2018માં થઈ હતી. બંને લવબર્ડ્સ ડિસેમ્બર 2018માં લગ્નના બંધનમાં બંધાયા હતા.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:44 pm, Wed, 31 May 23