અકાસા એર સપ્ટેમ્બરના અંત સુધીમાં 150 ફ્લાઈટ્સ શરૂ કરશે, જાણો શું છે એરલાઈન્સનો પ્લાન

|

Aug 19, 2022 | 11:06 PM

અકાસા એર સપ્ટેમ્બરના અંત સુધીમાં 150 થી વધુ સાપ્તાહિક ફ્લાઇટ્સનું સંચાલન કરવાની અપેક્ષા રાખે છે. કંપનીએ શુક્રવારે બેંગ્લોર-મુંબઈ રૂટ પર ફ્લાઈટ સેવા શરૂ કરી હતી.

અકાસા એર સપ્ટેમ્બરના અંત સુધીમાં 150 ફ્લાઈટ્સ શરૂ કરશે, જાણો શું છે એરલાઈન્સનો પ્લાન
અકાસા એર સપ્ટેમ્બરના અંત સુધીમાં 150 થી વધુ સાપ્તાહિક ફ્લાઇટ્સનું સંચાલન કરવાની અપેક્ષા રાખે છે

Follow us on

એરલાઇન કંપની અકાસા એર (Akasa Air)સપ્ટેમ્બરના અંત સુધીમાં 150 થી વધુ સાપ્તાહિક ફ્લાઇટ્સનું (flights)સંચાલન કરવાની અપેક્ષા રાખે છે. કંપનીએ શુક્રવારે બેંગ્લોર-મુંબઈ રૂટ પર ફ્લાઈટ સેવા શરૂ કરી હતી. એરલાઈને ઑગસ્ટ 7 ના રોજ ઑપરેશન શરૂ કર્યું હતું અને હવે તે ત્રણ રૂટ પર ઑપરેટ કરી રહી છે – મુંબઈ-અમદાવાદ, બેંગલુરુ-કોચી અને બેંગલુરુ-મુંબઈ રૂટ. હાલમાં, એરલાઇન બેંગલુરુ-મુંબઈ રૂટ પર દિવસમાં બે ફ્લાઇટ્સનું સંચાલન કરશે.

બેંગ્લોર-મુંબઈ રૂટ પર પણ ફ્લાઈટ શરૂ થશે

કંપનીએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે તે પછીથી બેંગ્લોર-મુંબઈ રૂટ પર કામગીરીનું વિસ્તરણ કરશે. આ અંતર્ગત એક વધારાની દૈનિક ફ્લાઇટ 30 ઓગસ્ટ 2022થી શરૂ થશે અને બીજી ફ્લાઇટ 19 સપ્ટેમ્બર 2022થી શરૂ થશે. એરલાઇન 10 સપ્ટેમ્બરથી બેંગલુરુથી ચેન્નાઈને જોડતા રૂટ પર ફ્લાઇટ સેવાઓ પણ શરૂ કરશે. અકાસા એરએ જણાવ્યું હતું કે તે સપ્ટેમ્બરના અંત સુધીમાં 150 સાપ્તાહિક ફ્લાઇટ્સ પાર કરવાની અપેક્ષા રાખે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

કંપનીએ અત્યાર સુધીમાં મુંબઈ, અમદાવાદ, કોચી, બેંગલુરુ અને ચેન્નાઈ એમ પાંચ શહેરો માટે છ રૂટ પર ફ્લાઈટ્સની જાહેરાત કરી છે. હાલમાં એરલાઇન પાસે ત્રણ એરક્રાફ્ટ છે. તે દર બે અઠવાડિયે એક નવું એરક્રાફ્ટ ઉમેરવાની યોજના ધરાવે છે અને માર્ચ 2023ના અંત સુધીમાં તેના કાફલામાં 18 એરક્રાફ્ટ હશે.

તમને જણાવી દઈએ કે Akasa Airના મુખ્ય રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના મૃત્યુ બાદ એરલાઇનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) વિનય દુબેએ બુધવારે કહ્યું કે નવી એરલાઇન કંપની અને એરક્રાફ્ટ માટે ઓર્ડર આપવા માટે નાણાકીય રીતે એટલી મજબૂત છે.

રાકેશ ઝુનઝુનવાલાનું નિધન

જણાવી દઈએ કે દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ, સ્ટોક ટ્રેડર અને રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું રવિવારે 62 વર્ષની વયે અવસાન થયું હતું. આ દુઃખદ સમાચાર તે ઐતિહાસિક દિવસના થોડા દિવસો પછી આવ્યા જ્યારે રાકેશ ઝુનઝુનવાલાની એરલાઇન કંપની અકાસા એરએ પ્રથમ ઉડાન ભરી. અકાસા એરની પ્રથમ ફ્લાઈટ મુંબઈ-અમદાવાદ રૂટ પર એક અઠવાડીયા અને દસ દિવસ પહેલા જ શરૂ થઈ હતી અને આગામી દિવસોમાં દેશના વિવિધ રૂટ પર ઘણી ફ્લાઈટ શરૂ થવા જઈ રહી છે. રાકેશ ઝુનઝુનવાલાનો જન્મ 5 જુલાઈ, 1960ના રોજ રાજસ્થાની પરિવારમાં થયો હતો.

પરિવાર મુંબઈ (તે સમયે બોમ્બે)માં રહેતો હતો જ્યાં ઝુનઝુનવાલા ઉછર્યા અને મોટા થયા. રાકેશ ઝુનઝુનવાલાના પિતા આ મુંબઈમાં ઈન્કમટેક્સ કમિશનર હતા. ઝુનઝુનવાલાએ સિડનહામ કૉલેજ, મુંબઈમાંથી સ્નાતક થયા અને બાદમાં ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઑફ ઈન્ડિયામાં જોડાયા.

Published On - 11:06 pm, Fri, 19 August 22

Next Article