એરટેલ, વોડાફોન-આઈડિયાના રિચાર્જ પ્લાન થઈ રહ્યા છે મોંઘા, જાણો તમારા મોબાઈલનો ખર્ચ કેટલો વધશે

|

Jul 30, 2021 | 7:53 PM

નિષ્ણાતોના મતે વોડાફોન-આઈડિયા પણ તેના પ્રીપેડ પ્લાનમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા ટેલિકોમ ઓપરેટર દ્વારા કેટલાક સર્કલોમાં બેઝ લેવલ રિચાર્જની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

એરટેલ, વોડાફોન-આઈડિયાના રિચાર્જ પ્લાન થઈ રહ્યા છે મોંઘા, જાણો તમારા મોબાઈલનો ખર્ચ કેટલો વધશે
Airtel, vodafone (File Image)

Follow us on

મુખ્ય ટેલિકોમ કંપની એરટેલ (Airtel) અને વોડાફોન-આઈડિયા(Vodafone-Idea) તેમની રિચાર્જ યોજનાઓની કિંમતોમાં વધારો કરવા માટે તૈયાર છે. એરટેલે પહેલેથી જ એન્ટ્રી લેવલ માસિક પ્રીપેડ પ્લાન 49 રૂપિયાથી બંધ કરી દીધો છે. બેઝ લેવલ પ્લાન હવે એરટેલ ગ્રાહકો માટે 60 ટકા સુધીના વધારા સાથે 79 રૂપિયાથી શરૂ થાય છે. ગયા અઠવાડિયે મોટા ટેલિકોમ ઓપરેટરે તેના પોસ્ટપેડ યુઝર્સ અને કોર્પોરેટ ગ્રાહકો માટે એન્ટ્રી-લેવલની યોજનાઓના દરોમાં વધારો કર્યો. ન્યૂનતમ ટેરિફ પ્લાનમાં 30%સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

 

 

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

નિષ્ણાતોના મતે વોડાફોન-આઈડિયા પણ તેના પ્રીપેડ પ્લાનમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા ટેલિકોમ ઓપરેટર દ્વારા કેટલાક સર્કલોમાં બેઝ લેવલ રિચાર્જની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વીઆઈએ તેના 49 રૂપિયાના પ્લાનને અગાઉના 28 દિવસથી ઘટાડીને 14 દિવસ કરી દીધો છે. વીઆઈ ગ્રાહકોએ હવે આ રાજ્યોમાં 28-દિવસીય પ્લાન માટે 79 રૂપિયા ચૂકવવા પડશે.

 

 

એરટેલના આ પગલાને લઈ તેણે તાજેતરમાં તેના ‘બિઝનેસ પ્લસ’ પોસ્ટપેડ પ્લાન હેઠળ તેના એન્ટરપ્રાઈઝ ગ્રાહકો માટે ડેટા મર્યાદા ઘટાડી છે. વોડાફોન આઈડિયા અને એરટેલ 22 માર્ચ સુધીમાં અનુક્રમે 9,000 કરોડ રૂપિયા અને 4,100 કરોડ રૂપિયાના કરવેરાનો પ્રથમ હપ્તો ચૂકવશે. આ વધારો ટેલિકોમ જાયન્ટને સરેરાશ આવક પ્રતિ વપરાશકર્તા (ARPU) સુધારવામાં મદદ કરશે.

 

 

“ભારતી એરટેલે તેની કોર્પોરેટ યોજનાઓ માટે પોસ્ટપેઈડ ટેરિફમાં પણ વધારો કર્યો છે તેમજ તેની રિટેલ પોસ્ટપેડ અને પસંદગીના પ્રિપેઈડ પ્લાનમાં પણ બદલાવ કર્યો છે. અંદાજ મુજબ આ પ્લાનમાં આ વધારો આ વાયરલેસ EBITDAમાં 3%નો વધારો કરી શકે છે.

 

 

જોકે મોટાપાયે કંપનીમાં 2%ની વૃદ્ધિ જોવાશે. આ લાભ બાકી કંપનીઓ દ્વારા ટેરિફ વધારાની જાહેરાત કરવામાં આવશે કે નહીં તેના આધારે છે. આ મામલે ટેલિકોમ કંપનીઓમાં હજી ચર્ચા થવાની બાકી છે. મોતીલાલ ઓસવાલે એક નોટમાં જણાવ્યું હતું કે એરટેલે ગયા સપ્તાહે તેના પોસ્ટપેડ પ્લાન બદલ્યા હતા. ટેલિકોમ ઓપરેટરના ડેટા અનુસાર જૂનમાં એરટેલના કુલ ગ્રાહકોની સંખ્યા 348.29 મિલિયન હતી. 31 મે સુધી વોડાફોન આઈડિયાના 277.62 મિલિયન ગ્રાહકો છે.

 

આ પણ વાંચો :જો તમે બેંકને તમારા PAN ની વિગતો નથી આપી તો તમારું TDS REFUND અટકી શકે છે , જાણો વિગતવાર

આ પણ વાંચો : ભાગેડુ Vijay Mallya એ સોશિયલ મીડિયામાં ભારતીય બેંકો સામે કાઢી ભડાસ , જાણો શું કહ્યું માલ્યાએ

Next Article