બેન્ક અધિકારીઓએ કરી નાણામંત્રી સીતારમણને કરી અપીલ, ફ્રન્ટલાઈન વર્કરના દરજ્જા સાથે ટૂંક સમયમાં મળે બૂસ્ટર ડોઝ

|

Jan 08, 2022 | 7:32 PM

AIBOCના જનરલ સેક્રેટરી સૌમ્ય દત્તાએ પત્રમાં જણાવ્યું હતું કે નિયમિત અંતરાલ પર બેંક કર્મચારીઓની તપાસ કરવા માટે ફરજિયાત ઝડપી એન્ટિજેન પરીક્ષણ હોવું જોઈએ.

બેન્ક અધિકારીઓએ કરી નાણામંત્રી સીતારમણને કરી અપીલ, ફ્રન્ટલાઈન વર્કરના દરજ્જા સાથે ટૂંક સમયમાં મળે બૂસ્ટર ડોઝ
Bankers have appealed to declare themselves as frontline workers.

Follow us on

Corona Booster Dose: દેશભરમાં કોવિડ-19 સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે, બેંક અધિકારીઓના સંગઠન AIBOCએ નાણા મંત્રી નિર્મલા સીતારમણને અપીલ કરી છે કે બેંક કર્મચારીઓને પણ બૂસ્ટર ડોઝ (booster dose) આપવા માટે ફ્રન્ટલાઈન વર્કર (frontline worker) તરીકે માનવામાં આવે. ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC) એ નાણા મંત્રીને લખેલા પત્રમાં સૂચવ્યું છે કે વાયરસના સંક્રમણની સાંકળને તોડવા બેંકો અઠવાડિયામાં પાંચ દિવસ ખોલવામાં આવે.

પત્રમાં એવી પણ વિનંતી કરવામાં આવી છે કે તમામ શાખાઓ અથવા કચેરીઓમાં માત્ર 50 ટકા કર્મચારીઓની સીધી હાજરી હોવી જોઈએ, અને બાકીનાને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવી જોઈએ. AIBOC એ ઉપનગરીય રેલ્વે સેવાઓ સહિત જાહેર પરિવહનનો લાભ લેવા માટે બેંક કર્મચારીઓ માટે વિશેષ દરજ્જાની પણ માંગ કરી હતી. સરકારે કહ્યું છે કે 10 જાન્યુઆરીથી આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને કોવિડ-19 રસીનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.

પ્રથમ બે લહેરમાં 2000 બેંક કર્મચારીઓએ જીવ ગુમાવ્યો હતો

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

AIBOCના જનરલ સેક્રેટરી સૌમ્ય દત્તાએ પત્રમાં જણાવ્યું હતું કે નિયમિત અંતરાલ પર બેંક કર્મચારીઓની તપાસ કરવા માટે ફરજિયાત રેપિડ એન્ટિજેન પરીક્ષણ હોવું જોઈએ. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, પ્રથમ લહેરમાં લગભગ 2000 કર્મચારીઓએ જીવ ગુમાવ્યો હતો. સંઘે કહ્યું, “અમે પોતાને નાણાકીય સેનાનો ભાગ માનીએ છીએ, જેમણે અવરોધોને દૂર કર્યા છે અને સંકટના સમયમાં દેશની સેવા કરી છે.”

ઓમિક્રોન સંક્રમણના અત્યાર સુધીમાં 3071 કેસ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન સંક્રમણના 3,071 કેસ નોંધાયા છે અને એક દિવસમાં કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં 1,41,986 નો વધારો થયો છે.

આવતા મહિને કોરોના ફરી પીક પર હશે

ભારતમાં આવતા મહિને કોરોના વાયરસના કેસ ટોચે પહોંચી શકે છે અને એવી આશંકા છે કે દરરોજ 5 લાખ કેસ નોંધાશે. આ વાત અમેરિકી સ્વાસ્થ્ય નિષ્ણાત ડૉ ક્રિસ્ટોફર મૂરેએ કહી છે. તેઓ વોશિંગ્ટનમાં ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશનના (Institute for Health Metrics & Evaluation) ડિરેક્ટર છે. તેમણે કહ્યું કે ‘દેશમાં ઓમિક્રોન ડેલ્ટા વેરીઅન્ટ કરતાં ઓછો ગંભીર હશે’. હાલમાં, સમગ્ર દેશમાં ઓમિક્રોનના કારણે કેસોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે, જે સ્પષ્ટ સંકેતો આપે છે કે ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો :  Corona Vaccine નહિ તો નોકરી નહિ, આ બેંક Vaccine Cetificate નહિ બતાવનાર કર્મચારીને છુટા કરશે

Next Article