Agriculture Budget 2021 : વૈકલ્પિક પાકની ખેતી તરફ ખેડૂતોને વાળવા બજેટમાં પ્રોત્સાહનોની ઘોષણા થઈ શકે છે

|

Jan 26, 2021 | 11:23 AM

AGRICULTURE BUDGET 2021 Budget incentives may be announced to divert farmers towards alternative cropsપરંપરાગત ખેતી ઉપરાંત સારા નફા સાથે વૈકલ્પિક ખેતીની પસંદગી કરનારા ખેડૂતો માટે બજેટમાં પ્રોત્સાહનોની ઘોષણા થઈ શકે છે.

Agriculture Budget 2021 : વૈકલ્પિક પાકની ખેતી તરફ ખેડૂતોને વાળવા બજેટમાં પ્રોત્સાહનોની ઘોષણા થઈ શકે છે
Farmer (File Photo)

Follow us on

Agriculture Budget 2021 :પરંપરાગત ખેતી ઉપરાંત સારા નફા સાથે વૈકલ્પિક ખેતીની પસંદગી કરનારા ખેડૂતો માટે બજેટમાં પ્રોત્સાહનોની ઘોષણા થઈ શકે છે. ડાંગર, ઘઉં અને શેરડીના વાવેતર માટે MSP પરનો વધુ પડતો આધાર ઘટાડવાના હેતુથી સરકાર પાક વિવિધતાને પ્રોત્સાહન આપી રહી છે.

આગામી બજેટમાં પાકના વિવિધતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પાક વિવિધતા માટેની પ્રોત્સાહન યોજનાઓ પણ આવી શકે છે. આ યોજના લાવવાની સરકારની યોજના MSP પરની નિર્ભરતા ઘટાડવાની છે. પાણી સહિતની સમસ્યાઓ દૂર કરી સારું વળતર આપતા પાક તરફ પણ ખેડૂતો ધ્યાન કેન્દ્રિત કરે તેવખસ પ્રયત્નો જોવા મળી શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વૈકલ્પિક પાક ઉપર ખેડુતોને એકર દીઠ 7000 રૂપિયા પ્રોત્સાહન મળશે. વાવણી માટે 2000 રૂપિયા અને પાકની તૈયારી માટે 5000 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. સરકારની આ યોજનાથી પંજાબ, હરિયાણા અને પશ્ચિમ યુપીના ખેડુતોને વિશેષ લાભ થશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ યોજના નોટિફાઇડ વિસ્તારમાં લાગુ થશે અને ફૂડ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનનો પણ સમાવેશ થઈ શકે છે. નોંધપાત્ર વાત એ છે કે ડાંગર, ઘઉં, શેરડીના વાવેતરથી ભૂગર્ભ જળને ખરાબ અસર થઈ છે. ગ્રીન રિવોલ્યુશન વિસ્તારોમાં પાણીનો ટેબલ નીચે ગયો છે. ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની મ્સ્યાઓ પણ શરૂ થઈ છે, જેથી ઓછા પાણીની જરુરવાળા પાકને ધ્યાનમાં રાખવા જરૂરી છે.

 

Published On - 11:23 am, Tue, 26 January 21

Next Article