ફ્રાન્સને પાછળ પાડી ભારતીય ઈક્વિટી માર્કેટ હવે યુકેને પછાડવાની તૈયારી કરી રહ્યું છે. જો ભારત બ્રિટનને પાછળ છોડી દેશે તો તે ટોપ 5 ક્લબમાં સ્થાન હાંસલ કરશે. વ્યાજદરો રેકોર્ડ નીચી સપાટીએ પહોંચવા સાથે રિટેલ-રોકાણમાં તેજીને પગલે સ્થાનિક શેરબજારમાં ઉછાળો જોવા મળ્યોછે. આ કારણે ભારતનું માર્કેટ કેપ 37 ટકા વધીને 3.46 ટ્રિલિયન ડોલર થયું છે જેમાં પ્રાથમિક લિસ્ટિંગ ધરાવતી કંપનીઓના સંયુક્ત મૂલ્યનો સમાવેશ થાય છે.
બ્લૂમબર્ગના મતે યુકે ઇક્વિટી માર્કેટની માર્કેટ કેપ 9 ટકા વધીને 359 ટ્રિલિયન ડોલર છે. જો કે યુકે ઇક્વિટી માર્કેટની માર્કેટ કેપ કેટલીક બાબતોમાં ઘણી વધારે છે. વૃદ્ધિની સંભાવના અને ટેક સેક્ટરમાં લિસ્ટ થવા જઈ રહેલી સ્ટાર્ટઅપ કંપનીઓની વધતી સંખ્યાને કારણે ભારત વધુ સારી સ્થિતિમાં છે. બીજી બાજુ યુકેનું અર્થતંત્ર બ્રેક્ઝિટ પછી હજુ પણ અનિશ્ચિતતાઓથી ઘેરાયેલું છે.
ભારતથી આગળ કોણ કોણ છે?
Goldman Sachs Group Inc. ના અનુમાન મુજબ ભારતમાં શેર માર્કેટ કેપ 2024 સુધીમાં 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાની ધારણા છે. વિશ્લેષકોનું કહેવું છે કે આગામી 2-3 વર્ષમાં આગામી IPO લગભગ 40 અબજ ડોલરનો ઉમેરો કરી શકે છે. ભારતે તાજેતરમાં જ ફ્રાન્સને પછાડીને વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું શેરબજાર બન્યું છે. હાલમાં અમેરિકા, ચીન, જાપાન, હોંગકોંગ અને બ્રિટન ભારત કરતા આગળ છે.
શેરબજાર હાલમાં 3.5 ટ્રિલિયન ડોલરનું મૂલ્ય ધરાવે છે
હાલમાં ભારતીય શેરબજારનું કુલ મૂલ્ય 3.5 ટ્રિલિયન ડોલર છે. આગામી ત્રણ વર્ષમાં 150 કંપનીઓની લિસ્ટિંગ થયા બાદ 2024 સુધીમાં કુલ માર્કેટ કેપ વધીને 5 ટ્રિલિયન ડોલર થઈ જશે. હાલ યુકે હાલમાં પાંચમા નંબરે છે જેની માર્કેટ કેપ ભારતની 3.6 ટ્રિલિયન ડોલર કરતા થોડી વધારે છે.
આ સ્ટાર્ટઅપ્સના IPO આવી રહ્યા છે
સ્ટાર્ટઅપ્સ IPOની વાત કરીએ તો આ વર્ષે સૌથી મોટું નામ ઝોમેટોનું રહ્યું છે. આ IPO ને અદભૂત સફળતા મળી હતી. આગામી દિવસોમાં Paytm, Oyo, Ola, Flipkart જેવી કંપનીઓના IPO ની તૈયારીઓ ચાલી રહી છે.
27 સ્ટાર્ટઅપ્સ આ વર્ષે યુનિકોર્ન બન્યા છે
કોરોના કટોકટીમાં ભારતમાં યુનિકોર્નની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. યુનિકોર્ન એ સ્ટાર્ટઅપ્સ કહેવામાં આવે છે જેની માર્કેટ કેપ 1 બિલિયન ડોલરથી વધુ છે. અહેવાલ મુજબ હાલમાં દેશમાં લગભગ 67 સ્ટાર્ટઅપ્સ આ શ્રેણીમાં આવે છે. આમાંથી 27 સ્ટાર્ટઅપ્સ ફક્ત આ વર્ષે યુનિકોર્નની યાદીમાં જોડાયા છે. આમાંની મોટાભાગની કંપનીઓ ડિજિટલ ઈકોનોમી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
Published On - 7:27 am, Wed, 13 October 21