
ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લિમિટેડ (BHEL) ના શેરના ભાવમાં તેજી જોવા મળી રહી છે. આજે એટલે કે સોમવારે તેમાં 2% થી વધુનો વધારો થયો છે. આજે BHELના શેરની કિંમત 100.80 રૂપિયા પર પહોંચી હતી. શેરબજાર આજે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું હતું, પરંતુ ભેલના શેરમાં ઉછાળાનું કારણ કંપનીની મજબૂત ઓર્ડર બુક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાહેર ક્ષેત્રની આ કંપનીને અદાણી પાવર (Adani Power) તરફથી મોટા ઓર્ડર મળ્યા છે, જેની અસર કંપનીના શેરના ભાવ પર જોવા મળી હતી.
BHEL ને મધ્યપ્રદેશમાં પાવર પ્રોજેક્ટ માટે અદાણી પાવરની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મહાન એનર્જેન લિમિટેડ પાસેથી 4000 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. આ હેઠળ, કંપની બોઇલર, ટર્બાઇન જનરેટર અને એમપીના બાંદુરા ખાતે સ્થિત મહાન એનર્જન લિમિટેડના 2×800 મેગાવોટ પાવર પ્રોજેક્ટ માટે દેખરેખ અને કમિશનિંગ જેવા સાધનો સપ્લાય કરશે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે ઓર્ડર 31-35 મહિનામાં અમલમાં આવશે.
BHELના ત્રિચી અને હરિદ્વાર પ્લાન્ટમાં ટર્બાઇન જનરેટરનું ઉત્પાદન કરવામાં આવશે. અહીં એ જાણવું પણ જરૂરી છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ સરકારી કંપનીની ઓર્ડર બુક ઘણી મજબૂત બની છે. 2022-23 માં, કંપનીએ તેના જુદા-જુદા વ્યવસાય અભિગમને કારણે ગયા વર્ષની સરખામણીમાં 17% વધુ નવા ઓર્ડર પ્રાપ્ત કર્યા છે.
આ પણ વાંચો : Jio Financial Listing: Jio Financialનું થયું લિસ્ટિંગ, આટલી છે માર્કેટ કેપ, જાણો રોકાણકારો માટે શું છે સલાહ
ભેલ પાસે આ નાણાકીય વર્ષમાં રૂ. 23,548 કરોડના ઓર્ડર છે. જ્યારે 2021-22માં કંપનીએ 20,078 કરોડના નવા ઓર્ડર મેળવ્યા હતા. જોકે, ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં BHELની કોન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ વધીને રૂ. 343.89 કરોડ થઈ છે. તેનું એક કારણ ખર્ચમાં વધારો છે. ગયા નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં કંપનીને રૂ. 187.99 કરોડની ચોખ્ખી ખોટ થઈ હતી.