ભારતના પરિવહન ક્ષેત્રમાં પોતાની સેવાઓ પૂરી પાડતી સૌથી મોટી કંપની અદાણી પોર્ટસ અને સેઝએ (Adani Ports-SEZ) આજે 8 ઓગસ્ટના રોજ નાણકીય વર્ષ – 2022-23ના પ્રથમ ત્રિમાસિકના પરિણામો જાહેર કર્યા છે. અદાણી કંપની દેશના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપે છે અને તેના થકી દેશમાં અનેક રોજગારીનું નિર્માણ પણ થયુ છે. અદાણી પોર્ટસ અને સેઝના સીઈઓ અને ડાયરેક્ટર કરણ અદાણીએ (Karan Adani) આ પરિણામો જાહેર કરતા કહ્યુ છે કે, અદાણી પોર્ટસ અને સેઝ કંપનીએ જુલાઈ મહિનામાં જોરદાર પ્રદર્શન ચાલુ રાખ્યુ છે અને નાણાકીય વર્ષ 2023ની શરુઆતના 99 દિવાસોમાં 100 મિલીયન મેટ્રિક ટમ કાર્ગો હેન્ડલ કરી વિક્રમ સર્જયો છે. જે અદાણી કંપની માટે એક ખુબ મોટી ઉપલબ્ધિ છે.
અદાણી પોર્ટસ અને સેઝના ઈતિહાસમાં નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રણ માસનો સમય સૌથી શક્તિશાળી બની ગયો છે. જેમાં કાર્ગો વોલ્યુમ અને EBITDAમાં જોરદાર ઉછાળો નોંધાયો છે. ગયા વર્ષે કોરોનાના સમયગાળા અને હાલના સમયમાં ઊઠેલી માંગણીની સરખામણી કરીએ તો આ વર્ષે કામગીરીમાં 11 ટકાનો ઉછાળો નોંધાયો છે.
અદાણી પોર્ટસ અને સેઝના સીઈઓ અને ડાયરેક્ટર કરણ અદાણીએ આગળ જણાવ્યુ કે સંકલિત ઉપયોગિતા મોડલ મારફત બંદરના દરવાજાને ગ્રાહકના આંગણા સાથે જોડવામાં અમારી વ્યૂહરચના, પરિણામ આપવાની શરુઆત કરી રહી છે. આખા વર્ષમાં અમને 350-360 મિલીયન મેટ્રિક ટન કાર્ગોનું વોલ્યુમ હેન્ડલ કરવા અને 12,200-12,600 કરોડના EBITDA હાંસલ કરવાનો વિશ્વાસ છે. અમારા મુખ્ય હિતધારકોની સાથે મળીને ટકાઉ વૃદ્ધિ સુનિશ્વિત કરવાની તેની ફિલસૂફૂ માટે અદાણી પોર્ટ પ્રતિબધ્ધ છે.
બંદરો અને લોજિસ્ટિકસએ બન્ને વ્યવસાયો દ્વારા આ વિક્રમ હાંસલ કરવામાં આવ્યો છે. પોર્ટ બિઝનેસના કારણે વોલ્યુમમાં 8 ટકાની વૃદ્ધિના અનુસંધાને EBITDA માં 18 ટકાનો ઉછાળો નોંધાયો છે. લોજિસ્ટિકસ બિઝનેસમાં પણ આવી તેજતરાર વૃદ્ધિ નોંધાઈ છે. જેમાં EBITDAમાં 56 ટકા વધ્યો છે. સ્કેલ અર્થવ્યવસ્થા અને GPWIS રેવન્યુ સ્ટ્રીમના વધેલા ભાગને કારણે લોજિસ્ટિકસ બિઝનેસનું EBITDAનો માર્જિન 370 bps સુધી વિસ્તર્યો છે. આ સમયમાં મુંદ્રા અને મુંદ્રા સિવાયના બંદરોનો વિકાસ દર સમાન રહ્યો હતો અને મુંદ્રા સિવાયના બંદરોએ કાર્ગોના બાસ્કેટમાં 53 ટકા ફાળો આપ્યો હતો.આગામી મહિનામાં આ કંપની 2 નવા ટર્મિનલ શરુ કરવા માટે સંપૂર્ણ સજ્જ છે. જેથી આ કંપનીની આ વિકાસ ગાથાને વધુ વેગ મળશે.