અદાણી પોર્ટનો સ્ટોક હિંડનબર્ગની અસરમાંથી રિકવર થયો, જાણો શેરની છેલ્લી સ્થિતિ શું છે?

અદાણી પોર્ટ અને SEZ (અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન) અદાણી ગ્રૂપની પોર્ટ કંપનીએ હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યા બાદ સ્ટોકમાં થયેલા નુકસાનની ભરપાઈ કરી છે. અદાણી પોર્ટ્સનો શેર 2.23 ટકાના વધારા સાથે રૂ.746 પર ટ્રેડ કરી રહ્યો છે. ગ્રૂપના તમામ 10 લિસ્ટેડ શેરો મંગળવારે પણ ઉપર છે.

અદાણી પોર્ટનો સ્ટોક હિંડનબર્ગની અસરમાંથી રિકવર થયો, જાણો શેરની છેલ્લી સ્થિતિ શું છે?
| Edited By: | Updated on: May 24, 2023 | 7:40 AM

અદાણી ગ્રૂપ(Adani Group) વિરુદ્ધ હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ સામે આવ્યા બાદ પહેલીવાર અદાણી ગ્રૂપની શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 11 લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચ્યું છે.  સુપ્રીમ કોર્ટની કમિટિનો રિપોર્ટ આવ્યો ત્યારથી જ ગ્રુપના શેરમાં સતત વધારો થયો છે. 24 જાન્યુઆરી 2023ના રોજ હિંડનબર્ગ રિપોર્ટ બહાર આવ્યો તે પહેલા અદાણી ગ્રૂપના શેરોનું માર્કેટ કેપ આશરે રૂ. 19.50 લાખ કરોડ હતું. અહેવાલ પછી ઘટીને રૂ. 7 લાખ કરોડ થઈ ગયું હતું.  સુપ્રિમ કોર્ટ કમિટીના રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપના શેરોમાં સતત ઉછાળો જોવા મળ્યો અને સોમવારે રૂ. 9.30 લાખ કરોડથી રૂ. 82,000 કરોડના ઉછાળા સાથે રૂ. 10.20 લાખ કરોડ થયો તો  મંગળવારે ગ્રુપનું માર્કેટ કેપ 10.83 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં ગ્રુપના માર્કેટ કેપમાં રૂ. 2 લાખ કરોડથી વધુનો ઉછાળો આવ્યો છે.

અદાણી પોર્ટ્સના શેરે નુકસાનની ભરપાઈ કરી

અદાણી પોર્ટ અને SEZ (અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન) અદાણી ગ્રૂપની પોર્ટ કંપનીએ હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યા બાદ સ્ટોકમાં થયેલા નુકસાનની ભરપાઈ કરી છે. અદાણી પોર્ટ્સનો શેર ઉપલા સ્તરે રૂ.786 પર ટ્રેડ કરી રહ્યો છે. ગ્રૂપના તમામ 10 લિસ્ટેડ શેરો મંગળવારે પણ ઉપર છે. જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસમાં સૌથી મોટી તેજી જોવા મળી રહી છે. મંગળવારના ટ્રેડિંગ સેશનમાં પણ શેર 18.60 ટકા વધીને રૂ.2759 પર પહોંચ્યો હતો જે હાલમાં 13 ટકાના વધારા સાથે રૂ.2637 પર બંધ થયો છે.

સેબીનો રિપોર્ટ 14 ઓગસ્ટ સુધીમાં આવશે

હિન્ડનબર્ગના અહેવાલના આગમન પહેલા, અદાણી જૂથના શેરોનું માર્કેટ કેપ રૂ. 19.50 લાખ કરોડ હતું, જે હવે રૂ. 10.80 લાખ કરોડ છે. એટલે કે હજુ પણ ગ્રુપનું માર્કેટ તેની ટોચથી 8.70 લાખ કરોડ રૂપિયા દૂર છે. હવે માત્ર સુપ્રીમ કોર્ટ કમિટિનો રિપોર્ટ આવ્યો છે. પરંતુ 14 ઓગસ્ટ સુધીમાં સેબીએ આ જૂથ સામેનો તેનો તપાસ અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો છે. આવી સ્થિતિમાં, જૂથમાંથી સંકટના વાદળો સંપૂર્ણપણે વિખેર્યા નથી.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર જાણકારી પુરી પાડવાનો પ્રયાસ છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે શેરમાં રોકાણ કરવું એ શેરબજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો