Adani Group Stocks : માર્કેટનું ફ્લેટ ક્લોઝિંગ છતાં અદાણીના તમામ શેર તેજીમાં બંધ થયા, અદાણી એન્ટરપ્રાઈઝ 13% ઉછળ્યો

|

May 24, 2023 | 7:01 AM

Adani Group Stocks : હિન્ડેનબર્ગના અહેવાલ પહેલા અદાણીના શેરોનું માર્કેટ કેપ રૂ. 19.50 લાખ કરોડ હતું જે હવે રૂ. 10.80 લાખ કરોડ છે. એટલે કે હજુ પણ ગ્રુપનું માર્કેટ તેની ટોચથી 8.70 લાખ કરોડ રૂપિયા દૂર છે. તેજીમાં અદાણી ગ્રીન, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ, અદાણી વિલ્મર અને એનડીટીવીના રોકાણકારો માલામાલ બન્યા છે.

Adani Group Stocks : માર્કેટનું ફ્લેટ ક્લોઝિંગ છતાં અદાણીના તમામ શેર તેજીમાં બંધ થયા, અદાણી એન્ટરપ્રાઈઝ 13% ઉછળ્યો

Follow us on

Adani Group Stocks : બે દિવસની તેજી બાદ મંગળવારે ભારતીય સ્થાનિક બજાર ફ્લેટ રહ્યું હતું, પરંતુ ગૌતમ અદાણીની તમામ 10 કંપનીઓના શેરમાં સતત બીજા દિવસે જોરદાર ઉછાળો નોંધાયો હતો. ગતરોજ સુપ્રીમ કોર્ટની પેનલના રિપોર્ટ બાદ ગ્રુપના શેરમાં તેજી જોવા મળી રહી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી કમિટીએ હિંડનબર્ગના આરોપોના મામલામાં ગૌતમ અદાણી ગ્રુપને ક્લીનચીટ આપી દીધી છે જે બાદ અદાણી શેર્સ હાઈકમાં તેજી જોવા મળી રહી છે. અદાણી ગ્રીન, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ, અદાણી વિલ્મર અને એનડીટીવીના રોકાણકારો માલામાલ બન્યા છે.

મંગળવારે કારોબારના અંતે અદાણી ગ્રૂપના શેરની છેલ્લી સ્થિતિ

  • શેરબજાર બંધથયું ત્યારે  અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડનો શેર રૂ. 307.60 અથવા 13.22 ટકાના વધારા સાથે રૂ. 2633.70 પર બંધ થયો હતો.
  • અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.ના શેરમાં રૂ. 4.35 અથવા 0.60%નો વધારો જોવા મળ્યો હતો અને શેરનો ભાવ રૂ. 734.05 નોંધાયો હતો.
  • અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનો શેર રૂ. 47.05 અથવા 5.00 ટકા વધીને રૂ. 988.80 પર બંધ થયો હતો.
  • અદાણી પાવર લિમિટેડનો શેર રૂ. 12.35 અથવા 4.98 ટકા વધીને રૂ. 260.25 પર બંધ થયો હતો.
  • અદાણી ટ્રાન્સમિશન લિમિટેડનો શેર રૂ. 41.30 અથવા 5.00 ટકા વધીને રૂ. 868.00 પ્રતિ શેર થયો હતો.
  • અદાણી ટોટલ ગેસ લિમિટેડનો શેર મંગળવારે રૂ. 36.10 અથવા 5.00 ટકા વધીને રૂ. 758.60 પર બંધ થયો હતો.
  •  અદાણી વિલ્મર લિમિટેડનો શેર રૂ. 44.40 અથવા 9.99% વધીને રૂ. 488.70 પ્રતિ શેર થયો હતો.
  • ACC સિમેન્ટ (ACC Ltd)નો શેર રૂ. 6.05 અથવા 0.33 ટકા વધીને રૂ. 1819.45 પ્રતિ શેર બંધ રહ્યો હતો.
  • અંબુજા સિમેન્ટ્સ લિમિટેડનો શેર રૂ. 3.40 અથવા 0.80 ટકા વધીને રૂ. 427.30 પ્રતિ શેર પર ટ્રેડ થયો હતો.
  • NDTV (ન્યુ દિલ્હી ટેલિવિઝન લિમિટેડ)નો શેર મંગળવારે રૂ. 9.30 અથવા 4.97 ટકા વધીને રૂ. 196.25 પર બંધ થયો હતો.

અદાણી ગ્રુપના શેરોનું માર્કેટ કેપ રૂ. 10.80 લાખ કરોડ

હિન્ડેનબર્ગના અહેવાલ પહેલા અદાણીના શેરોનું માર્કેટ કેપ રૂ. 19.50 લાખ કરોડ હતું જે હવે રૂ. 10.80 લાખ કરોડ છે. એટલે કે હજુ પણ ગ્રુપનું માર્કેટ તેની ટોચથી 8.70 લાખ કરોડ રૂપિયા દૂર છે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર જાણકારી પુરી પાડવાનો પ્રયાસ છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે શેરમાં રોકાણ કરવું એ શેરબજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article