
ઉત્તરકાશી ટનલ દુર્ઘટના માટે અદાણી ગ્રુપ જવાબદાર છે? આ દાવા વચ્ચે અદાણી ગ્રુપે સોમવારે એક સ્પષ્ટતા જાહેર કરી હતી. 12 નવેમ્બરમા રોજ સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે બચાવકર્મીઓ છેલ્લા 16 દિવસથી પ્રયત્નો કરી રહ્યા છે. આ ઘટના બાદથી સોશિયલ મીડિયા પર એવા સમાચાર સામે આવ્યા હતા કે, ટનલ બનાવનાર કંપનીના માલિક અદાણી ગ્રુપ છે.
આ અંગે અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે, તેઓના ધ્યાનમાં આવ્યું છે કે, કેટલાક લોકો તેમનું નામ ઉત્તરાખંડ ટનલ દુર્ઘટના સાથે જોડવાના પ્રયાસ કરી રહ્યા છે. જેની અમે નિંદા કરીએ છીએ. અદાણી ગૃપે કહ્યું કે, અમે સ્પષ્ટતા કરીએ છીએ કે અદાણી ગ્રૂપ અથવા તેની કોઈપણ પેટાકંપની ટનલના નિર્માણકાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલી નથી. કંપનીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે એ પણ સ્પષ્ટતા કરીએ છીએ કે ટનલના નિર્માણ સાથે સંકળાયેલી કંપનીમાં અમારી પાસે કોઈ હિસ્સો નથી.
ઉત્તરકાશી ટનલ ચારધામ પ્રોજેક્ટનો એક ભાગ છે. તેનું નિર્માણ હૈદરાબાદની નવયુગ એન્જિનિયરિંગ કંપની લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કંપની સી.વી. રાવ દ્વારા પ્રમોટ કરાયેલા નવયુગ ગ્રૂપનો એક ભાગ છે. અદાણી ગ્રૂપ સાથે તેની કોઈ સંબંધ નથી. છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા યુઝર્સે ટનલ દુર્ઘટનાને લઈ અદાણી ગ્રુપની ટીકા કરી રહ્યા છે.
આ પહેલા ભાજપના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટિપ્પણી કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા કહ્યું હતું કે, ઉત્તરાખંડની આ ટનલ કઈ ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવી હતી? જ્યારે તે તૂટી ત્યારે તેના શેરધારકો કોણ હતા? શું અદાણી ગ્રુપ તેમાંથી એક હતું?
This Uttarakhand tunnel was built by which private company? Who were its share holders when the collapse took place? Was one of them Adani Group? I am asking not implying.
— Subramanian Swamy (@Swamy39) November 27, 2023
આ પણ વાંચો : ઉત્તરકાશી: ટનલમાં હવે મેન્યુઅલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવશે, છેલ્લા 16 દિવસથી ફસાયા છે 41 મજૂર, જુઓ વીડિયો
આ સિવાયની એક પોસ્ટમાં સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, જો તમે 15 દિવસ સુધી સુરંગમાં ફસાયેલા મજૂરો સુધી ન પહોંચી શકો તો ચંદ્ર પર પહોંચવાનો શું ફાયદો?