નાણાકીય સંશોધન કંપની હિંડનબર્ગ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા ગંભીર આરોપોને ભારત, તેની સંસ્થાઓ અને વિકાસ પર વ્યવસ્થિત હુમલો ગણાવતા સૌથી ધનિક ભારતીય ગૌતમ અદાણીના ગ્રુપે હાલમાં કહ્યું કે, આ આરોપો જુઠ્ઠાણા સિવાય બીજું કંઈ નથી. 413 પાનાના જવાબમાં અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે, આ અહેવાલ યુએસ ફર્મને તેનો લાભ મળી શકે તે હેતુથી ખોટા બજારના નિર્માણ માટે ચલાવવામાં આવ્યો છે.
ગ્રુપે જણાવ્યું હતું કે તે માત્ર એક ચોક્કસ કંપની પર બિનજરૂરી હુમલો નથી પરંતુ ભારત એ ભારતીય સંસ્થાઓની સ્વતંત્રતા, અખંડિતતા અને ગુણવત્તા પર અને ભારતના વિકાસ અને મહત્વાકાંક્ષા પર વ્યવસ્થિત હુમલો છે. અદાણી ગ્રુપ તરફથી સતત પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે.
કંપનીના ચીફ ફાઈનેશિયલ ઓફસર જુગેશિંદર રોબી સિંહે, હિંડનબર્ગના રિપોર્ટને જુઠાણાનો પિટારો કહ્યો છે. સાથે જ આ ઘટનાક્રમની જલિયાંવાળા બાગ હત્યાકાંડ સાથે તુલના કરી છે. હિંડનબર્ગના રિપોર્ટને કારણે અદાણી ગ્રુપના શેયરમાં કડાકો થયો હતો. શેયર બજાર હિંડનબર્ગના રિપોર્ટ પર વિશ્વાસ કરે છે, આ સચ્ચાઈ તમને નિરાશ નથી કરતી ? આ સવાલના જવાબ તેમણે ખાસ અંદાજમાં આપ્યો હતો.
કંપનીના ચીફ ફાઈનેશિયલ ઓફસર જુગેશિંદર રોબી સિંહે જણાવ્યું કે, મેં ઈતિહાસનો વિદ્યાર્થી છું. હું પંજાબથી આવું છું. આ મહૌલથી મને જરા પર નવાઈ નથી લાગતી. જલિયાંવાલા બાગ માત્ર અંગ્રેજોનો આદેશ હતો, ભારતીયોએ જ ભારતીયો પર ગોળી ચલાવી હતી. આ ઘટના મારા રાજ્યમાં બની હતી અને અમે તે દિવસને યાદ કરીએ છે. આ જ કારણ છે કે આ આજનો માહૌલ જોઈ હું હેૈરાન નથી થયો.
તમને જણાવી દઈએ કે, શુક્રવારે અદાણી ગ્રુપે હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટને બોગસ ગણાવતા કહ્યું હતું કે આ રિપોર્ટમાં કોઈ તથ્ય આધારિત નથી. અદાણી એક્ઝિક્યુટિવ્સના કોન્ફરન્સ કોલમાં ભાગ લેનારા બોન્ડધારકો દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
અદાણી ગ્રુપે 413 પેજમાં જવાબ આપ્યો જે આ મુજબ છે. તમને આ બધા જવાબો આ PDF ફાઈલમાં મળશે. વિગતવાર માહિતી વાંચવા અહીં ક્લિક કરો
તમને જણાવી દઈએ કે અમેરિકાના હિંડનબર્ગ રિસર્ચ એલએલસીએ 25 જાન્યુઆરીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે અદાણી ગ્રુપની તમામ મોટી લિસ્ટેડ કંપનીઓ પર ઘણું દેવું છે.આ સાથે હિંડનબર્ગે એમ પણ કહ્યું હતું કે તમામ કંપનીઓના શેર જૂથ 85% થી વધુ મૂલ્ય ધરાવે છે.
રિપોર્ટના કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ 2 દિવસમાં લગભગ 10%નો ઘટાડો થયો છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, અદાણીને નેટવર્થમાં 1.32 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જેના કારણે અદાણી અમીરોની યાદીમાં ચોથા નંબરથી સરકીને સાતમા નંબરે આવી ગયા છે. 25 જાન્યુઆરીએ તેમની નેટવર્થ 9.20 લાખ કરોડ રૂપિયા હતી, જે શુક્રવારે ઘટીને 7.88 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી.
Published On - 11:38 pm, Mon, 30 January 23