Adani Group: ગૌતમ અદાણી તેમના વ્યવસાયને ડિમર્જ કરશે, શું અદાણી માટે મોટું દેણું ચિંતાનો વિષય ?

|

Jan 22, 2023 | 11:53 AM

ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ તેના બિઝનેસને અલગ (ડિમર્જ) કરવાની યોજના બનાવી રહ્યું છે. વર્ષ 2028 સુધીમાં તેમના બીજા વ્યવસાયોને અલગ કરવા માંગે છે. એરપોર્ટ બિઝનેસમાં અદાણી મોટો દાવ રમી રહ્યા છે. અદાણી ગ્રુપનું કહેવું છે કે અમને આપવામાં આવેલી લોન અંગે કોઈએ ચિંતા નથી.

Adani Group: ગૌતમ અદાણી તેમના વ્યવસાયને ડિમર્જ કરશે, શું અદાણી માટે મોટું દેણું ચિંતાનો વિષય ?
Image Credit source: Google

Follow us on

અબજોપતિ ગૌતમ અદાણીની આગેવાનીવાળી કંપની અદાણી ગ્રુપે જણાવ્યું કે, વર્ષ 2028 સુધીમાં તેમના અન્ય વ્યવસાયોને અલગ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ સાથે ગ્રુપને દેવાની ચિંતાઓથી આવુ કરી રહ્યા હોવાની વાતને ફગાવી દીધી છે. અદાણી ગ્રૂપ તેના મેટલ્સ, માઇનિંગ, ડેટા સેન્ટર્સ, એરપોર્ટ, રોડ અને લોજિસ્ટિક્સ બિઝનેસને ડિમર્જ (અલગ) કરવાની યોજના બનાવી રહ્યું છે. ચીફ ફાયનાન્સિયલ ઓફિસર જુગશિંદર સિંહે આ વાત કહી છે. સિંહે શનિવારે મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, આ વ્યવસાયો માટેનો માપદંડ 2025થી 28 સુધીમાં મૂળભૂત રોકાણ પ્રોફાઇલ અને અનુભવી મેનેજમેન્ટ મેળવવાનો છે. તે પછી તેને ડિમર્જ કરવામાં આવશે.

એરપોર્ટ બિઝનેસ પર મોટો દાંવ

સિંહે કહ્યું, ‘કંપની તેના એરપોર્ટ બિઝનેસ પર મોટો દાવ લગાવી રહી છે. આવનારા વર્ષોમાં સરકારી સેવાઓ સિવાય દેશનું સૌથી મોટું સર્વિસ બેઝ બનવાનું લક્ષ્ય ધરાવે છે. અદાણી ગ્રુપે છેલ્લા ઘણા વર્ષોથી પાવર, કોલસો, ટ્રાન્સમિશન અને ગ્રીન એનર્જી બિઝનેસને અલગ કર્યો છે. ફોર્બ્સ મુજબ અદાણી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે. તેઓએ પોર્ટ્સથી લઈને એનર્જી સુધી તેમનો બિઝનેસ વધાર્યો છે. હાલમાં તે એક મીડિયા કંપનીના માલિક પણ છે.

અદાણી એન્ટરપ્રાઈઝ આવી રહ્યું છે OFS

અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterprises) ફોલો ઓન ઓફર (OFS) દ્વારા 2.5 બિલિયન ડોલર ભેગા કરવા જઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2022માં આ કંપનીનો સ્ટોક લગભગ 130 ટકા વધ્યો છે. પરંતુ આ વર્ષે તેમાં અત્યાર સુધીમાં 7 ટકાનો ઘટાડો થયો છે. અદાણી ગ્રૂપની અન્ય કંપનીઓના શેરમાં પણ છેલ્લા વર્ષમાં લગભગ 100 ટકાનો વધારો થયો છે. જો કે, કેટલાક રોકાણકારો ચિંતા કરે છે કે કંપનીઓ વધુ પડતી મૂલ્યવાન બની રહી છે. સિંહે કહ્યું કે, કેટલાક પરંપરાગત મૂલ્યાંકન મેટ્રિક્સ વ્યવસાયો માટે સંબંધિત નથી.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

અમને અમારા કોઈપણ બિઝનસ માટે PE ગુણાંક જોતા નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસાયો માટે સંપત્તિ પર વળતરનો દર સંબંધિત છે. અદાણી એન્ટરપ્રાઈઝ સમ-ઓફ-પાર્ટ્સ મોડલ પર કામ કરે છે.

દેવાને લઈ કોઈ ચિંતા નથી

સિંહે દેવા અંગે વિશ્લેષકો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને નકારી હતી. 31 માર્ચ, 2022ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં અદાણી ગ્રુપનું કુલ દેવું 40 ટકા વધીને 2.2 લાખ કરોડ રૂપિયા થયું છે. ગયા સપ્ટેમ્બરમાં ફિચ ગ્રૂપની ક્રેડિટસાઇટ્સે અદાણી ગ્રૂપને ઓવર લેવરેજ ગણાવ્યું હતું અને દેવું અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સિંહે કહ્યું, અમને લોન અંગે કોઈએ ચિંતા વ્યક્ત કરી નથી. કોઈ રોકાણકારે આ કર્યું નથી. હું હજારો હાઈ નેટ વર્થ ઈન્ડિવિઝ્યુઅલ્સ (HNIs) અને 160 સંસ્થાઓના સંપર્કમાં છું અને કોઈએ આ કહ્યું નથી.

Next Article